Explore

Search

July 20, 2026 8:23 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

Tapi News : સ્થળાંતરગ્રસ્ત બાળકોને શાળા સાથે જોડવા ઉચ્છલમાં અનોખી પહેલ

તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાની જૂની કાચલી પ્રાથમિક શાળામાં ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત બાલતરુ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શાળા સંચાલન સમિતિ (એસએમસી)ના સભ્યો અને શિક્ષકોને લીંબુના રોપાનું વિતરણ કરવામાં આવ્યું.

સ્થળાંતરના કારણે બાળકોનું શિક્ષણ ખોરવાય નહીં અને શાળા સાથે તેમનું સતત જોડાણ જળવાઈ રહે તે હેતુથી આ પહેલ હાથ ધરાઈ છે. લીંબુના રોપાના ઉછેર દ્વારા ભવિષ્યમાં વધારાની આવકનું સાધન ઉભું થાય તેમજ વિદ્યાર્થીઓમાં સ્વાવલંબન અને પર્યાવરણ જાગૃતિ વિકસે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે.

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને નોટબુક તેમજ ફળાઉ, છાયાદાર અને સુશોભનના વૃક્ષોના રોપાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું. ગ્રામજનોએ વૃક્ષોના સંવર્ધનનો સંકલ્પ વ્યક્ત કરી અભિયાનને સફળ બનાવવાનો નિર્ધાર કર્યો.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
Our Visitor
0 1 4 6 7 0
Users Today : 37
Users Last 30 days : 295
Total Users : 14670