Explore

Search

July 20, 2026 8:23 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

Tapi News: શિક્ષણ સેવા સંગઠન પર્વની તાપીમાં ભવ્ય ઉજવણી, 175થી વધુ શિક્ષણકારો જોડાયા

ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના આયોજન હેઠળ તાપી અને ડાંગ જિલ્લા સંકલન સમિતિ દ્વારા ‘શિક્ષણ સેવા સંગઠન પર્વ-2026’ની ઉજવણી વ્યારાની કે.કે. કદમ કન્યા વિદ્યાલય ખાતે યોજાઈ હતી. કાર્યક્રમમાં તાપી જિલ્લાના આચાર્યો, શિક્ષકો અને વહીવટી કર્મચારીઓ સહિત આશરે 175 જેટલા શિક્ષણકારોએ ભાગ લીધો હતો.

કાર્યક્રમમાં રાજ્યના વિવિધ શિક્ષક સંગઠનોના આગેવાનોએ સંગઠનની એકતા, શિક્ષકોના હિતો, પ્રમોશન, બદલી, ખાલી જગ્યાઓની ભરતી, સ્વાસ્થ્ય સુરક્ષા, એનપીએસ-ઓપીએસ સહિતના મુદ્દાઓ પર માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ સંગઠનને વધુ મજબૂત અને સક્રિય બનાવવા નિયમિત બેઠકો તથા સામૂહિક પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂકાયો હતો.

તાપી જિલ્લા સંકલન સમિતિના મહામંત્રી સંજય પટેલે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું, જ્યારે અંતે ઉચ્ચતર માધ્યમિક સંઘના પ્રમુખ શૈલેષભાઈ ચૌધરીએ આભારવિધિ વ્યક્ત કરી હતી. રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
Our Visitor
0 1 4 6 7 0
Users Today : 37
Users Last 30 days : 295
Total Users : 14670