Explore

Search

July 20, 2026 8:23 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

Tapi News: વ્યારાના BAPS સ્વામિનારાયણ મંદિરે સત્સંગ પરીક્ષા યોજાઈ

BAPS સ્વામિનારાયણ મંદિર, વ્યારા ખાતે મહંત સ્વામી મહારાજની આજ્ઞા અનુસાર સત્સંગ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું. પરીક્ષામાં મોટી સંખ્યામાં બાલકો અને બાલિકાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

સત્સંગ પરીક્ષાના માધ્યમથી જીવનમાં પ્રમાણિકતા, ચોરી ન કરવી, માતા-પિતાનો આદર કરવો, સારો અભ્યાસ કરવો, આહાર-વિહારમાં વિવેક રાખવો તેમજ ભારતીય સંસ્કૃતિના મૂલ્યોનું જતન કરવા જેવા સંસ્કારો બાળકોમાં દૃઢ બને તેવો હેતુ રહેલો છે.

પરીક્ષા પૂર્વે છેલ્લા ઘણા મહિનાઓથી બાલ-બાલિકા કાર્યકરો અને વાલીઓ દ્વારા બાળકોને પુસ્તકોનું વિતરણ કરી સુનિયોજિત તૈયારી કરાવવામાં આવી હતી. એક જ સ્થળે મોટી સંખ્યામાં બાળકો દ્વારા શિસ્તબદ્ધ રીતે પરીક્ષા આપવાનો કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
Our Visitor
0 1 4 6 7 0
Users Today : 37
Users Last 30 days : 295
Total Users : 14670