Explore

Search

July 4, 2026 11:48 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

કલેક્ટર દેવ ચૌધરીએ નુરાબાદના વિકાસ કામોની સમીક્ષા કરી, જામકી અને ઉચ્છલ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી

તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ઉચ્છલ તાલુકાના નુરાબાદ ગામની મુલાકાત દરમિયાન પ્રાથમિક શાળામાં ગ્રામ પંચાયતના વિકાસ કામોની સમીક્ષા કરી હતી. તેમણે પંચાયતના વહીવટી રજીસ્ટરો, નાણાકીય ખર્ચ અને ચાલી રહેલા વિકાસ કાર્યોની તપાસ કરીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.ત્યારબાદ કલેક્ટરે જિલ્લાના ઉભરતા પર્યટન સ્થળ જામકીની મુલાકાત લઈ પ્રવાસીઓ માટેની સુવિધાઓ અને પર્યટન વિકાસની સંભાવનાઓ અંગે સ્થળ નિરીક્ષણ કર્યું હતું.

પ્રવાસના અંતિમ તબક્કે તેમણે ઉચ્છલ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ સપોર્ટ સેન્ટર, લોકઅપ, ક્રાઇમ રેકોર્ડ અને અન્ય રજીસ્ટરોની તપાસ કરી હતી. કાયદો-વ્યવસ્થા વધુ સુદૃઢ રહે તેમજ અરજદારોની ફરિયાદોનો સમયસર નિકાલ થાય તે માટે પોલીસ અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા.

આ મુલાકાત દરમિયાન પ્રોબેશનરી નાયબ કલેક્ટર તથા ઉચ્છલ મામલતદાર શુભમસિંગ રાઠોર, તાલુકા વિકાસ અધિકારી સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
Our Visitor
0 1 4 4 4 8
Users Today : 3
Users Last 30 days : 118
Total Users : 14448