Explore

Search

August 13, 2026 8:49 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

LATEST NEWS: આહવામાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતો શખ્સ ઝડપાયો: રોકડ અને સાહિત્ય જપ્ત

ડાંગ જિલ્લાના આહવા ટાઉનમાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા એક શખ્સને LCB ની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યો છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, આહવાના દત્તનગર (માજીરપાડા) વિસ્તારમાં મેઇન રોડ પર આવેલ બ્લોકવાળા રસ્તે બાંકડા પર બેસીને વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડાતો હોવાની બાતમી પોલીસને મળી હતી.

આ ગુપ્ત બાતમીના આધારે એલ.સી.બી.ના પોલીસ કર્મચારી ચંદુભાઈ ગાવિત અને સ્ટાફે ઘટનાસ્થળે રેઇડ કરી હતી. પોલીસને જોઈને ભાગવાનો પ્રયાસ કરી રહેલા ભાસ્કરભાઈ સોનુભાઇ ગાયકવાડ (ઉં.વ.૫૩,રહે.આહવા દત્તનગર) નામના ઇસમને પોલીસે કોર્ડન કરીને ઝડપી લીધો હતો. તલાશી લેતા આરોપી પાસેથી ‘શ્રી દેવી બજાર’ અને ‘ટાઇમ બજાર’ના વરલી મટકાના આંકડા લખેલી ૫ કાચી સ્લીપો, બોલપેન અને રોકડા રૂપિયા ૭૬૦/- નો મુદ્દામાલ મળી આવ્યો હતો, જે પોલીસે જપ્ત કર્યો છે. આ મામલે આરોપી ગુનો નોંધી મહિલા પોલીસ કોન્સ્ટેબલ નયનાબેન વસાવાએ આગળની તપાસ હાથ ધરી છે.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
Our Visitor
0 1 4 8 4 4
Users Today : 3
Users Last 30 days : 358
Total Users : 14844