Explore

Search

June 23, 2026 9:46 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

LATEST NEWS: દારૂડિયા સસરાનો આતંક: પુત્રવધૂએ ૧૧૨ બોલાવી સસરાને લોકઅપ ભેગા કર્યા!

ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર હોય તેમ નશાખોરો બેફામ બન્યા છે. વાલોડ તાલુકાના બુટવાડા ગામે ભવાની ફળિયામાં એક શરમનાક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં કાયદાના ડર વગર એક સસરાએ દારૂના નશામાં ધૂત થઈને પોતાના જ ઘરમાં આતંક મચાવ્યો હતો. ૫૫ વર્ષીય ચંદુભાઈ ચિમનભાઈ હળપતિ નામના શખ્સે રવિવારે સાંજે દારૂ ઢીંચીને ઘરમાં પરિવાર સાથે ભારે હોબાળો મચાવ્યો અને ગાળાગાળી કરી ઝઘડો શરૂ કર્યો હતો.

સસરાના આ નશાના નાટક અને ત્રાસથી કંટાળીને આખરે હિંમતવાન પુત્રવધૂ કવિનાબેને તાત્કાલિક ‘૧૧૨’ જનરક્ષક પોલીસ હેલ્પલાઈન પર ફોન જોડી દીધો હતો.માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. લથડીયા ખાતા, તોતડાતી જીભે બોલતા અને લાલચોળ આંખોવાળા આ નશાખોર સસરાની પોલીસે અટકાયત કરી વાલોડ પોલીસ સ્ટેશન ભેગા કર્યા હતા. વાલોડ પોલીસે આરોપી ચંદુભાઈ વિરુદ્ધ ગુનો નોંધી, મેડિકલ તપાસ અર્થે CHC ખાતે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પુત્રવધૂના આ પગલાંએ નશાખોરો માટે લાલબત્તી ધરી દીધી છે.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
Our Visitor
0 1 4 3 9 4
Users Today : 4
Users Last 30 days : 107
Total Users : 14394