Explore

Search

July 5, 2026 1:17 AM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

તાપી કલેક્ટર દેવ ચૌધરીએ શાળા-આંગણવાડીની કામગીરીનું કર્યું નિરીક્ષણ

તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના પ્રવાસ દરમિયાન જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ સેલુડ અને નુરાબાદ પ્રાથમિક શાળા તેમજ સેલુડ આંગણવાડી કેન્દ્રની મુલાકાત લીધી હતી. તેમણે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી તેમના વાંચન, લેખન અને ગણન કૌશલ્યની ચકાસણી કરી હતી તેમજ શિક્ષકોને ગુણવત્તાયુક્ત અને રસપ્રદ શિક્ષણ આપવા માર્ગદર્શન આપ્યું હતું.આંગણવાડી કેન્દ્ર ખાતે કલેક્ટરે ‘દૂધ સંજીવની યોજના’ સહિતની પોષણ યોજનાઓના અમલીકરણની સમીક્ષા કરી હતી. ઉપરાંત રસોડાનું નિરીક્ષણ કરીને તમામ રજીસ્ટરોની નિયમિત નિભાવણી કરવા સીડીપીઓ, સુપરવાઈઝર અને આંગણવાડી કાર્યકરોને સૂચના આપી હતી.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
Our Visitor
0 1 4 4 4 9
Users Today : 1
Users Last 30 days : 119
Total Users : 14449