તાપી : તાપી જિલ્લાના મોડેલ સ્કૂલ, ડોસવાડાના તત્કાલીન આચાર્યા અને હાલ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (પી.એમ. પોષણ) તરીકે ફરજ બજાવતા શ્રી આશાબેન ચૌધરીને પોરબંદર ખાતે યોજાયેલા ગુરુ પૂર્ણિમા મહોત્સવ-2026 દરમિયાન પ્રતિષ્ઠિત ‘સાંદીપનિ ગુરુ ગૌરવ એવોર્ડ-2026’થી સન્માનિત કરવામાં આવ્યા છે.
ગુજરાતના દરેક જિલ્લામાંથી એક શિક્ષક/આચાર્યની પસંદગી કરવામાં આવી હતી, જેમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી આશાબેન ચૌધરી એકમાત્ર આચાર્ય તરીકે રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમણે શાળામાં અનેક નવતર શૈક્ષણિક પ્રયોગો અમલમાં મૂકીને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. તેમના નેતૃત્વ હેઠળ શાળાએ રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શાળામાં દ્વિતીય સ્થાન સહિત અનેક સિદ્ધિઓ મેળવી હતી.ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાના હસ્તે તેમને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ત્રિકમભાઈ છાંગા, રતિલાલ બોરીસાગર, અનિલ ગુપ્તા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.આ રાજ્યકક્ષાના સન્માનથી તાપી જિલ્લાના શિક્ષણજગતમાં ગૌરવની લાગણી પ્રસરી છે અને શિક્ષણવિદો તથા શુભેચ્છકો દ્વારા શ્રી આશાબેન ચૌધરીને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.




Users Today : 1
Users Last 30 days : 316
Total Users : 14753