Explore

Search

July 15, 2026 3:30 AM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

કુકરમુંડામાં વરલી મટકાનો જુગાર રમાડતો શખ્સ રોકડ રકમ સાથે ઝડપાયો

તાપી : કુકરમુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન પોલીસે બાતમીના આધારે ઉટાવદ ગામની સીમમાંથી મુંબઈથી નીકળતા વરલી મટકાના હારજીતના આંકડા પર જુગાર રમાડતા એક શખ્સને ઝડપી પાડ્યો છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પોલીસ કર્મચારી અને તેમની ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન ઉટાવદ ગામની સીમમાં ખુલ્લી જગ્યામાં વરલી મટકાનો જુગાર રમાડાઈ રહ્યો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. પોલીસે ઘટનાસ્થળે રેડ પાડતા મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના અક્કલકુવા (સંજયનગર) ખાતે રહેતો અબ્દુલરહીમ અબ્દુલઅજીત મકરાણી નામનો શખ્સ વગર પાસ-પરમીટે જુગારના આંકડા લખતા રંગેહાથ પકડાઈ ગયો હતો.

પોલીસે આરોપી પાસેથી જુગારના આંકડા લખેલી કાપલી, બોલપેન તેમજ અંગઝડતી દરમિયાન મળેલા રોકડા રૂ.૧૯૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે કુકરમુંડા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આસીસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર અમિતકુમાર સનમુખભાઈ ચૌધરીને સોંપી છે.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
Our Visitor
0 1 4 4 8 8
Users Today : 0
Users Last 30 days : 131
Total Users : 14488