તાપી : ઉચ્છલ તાલુકામાંથી પસાર થતા સ્ટેટ હાઇવે નં. 80 પર આમકુટી ગામની સીમમાં સર્જાયેલા અકસ્માતમાં બાઈક ચાલકનું મોત નીપજતાં વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે. અકસ્માતમાં બાઈક પાછળ બેઠેલા વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી છે.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, તાલુકાના આમકુટી ગામના નિશાળ ફળિયામાં રહેતા મનાભાઈ છગનભાઈ વસાવા (ઉં.વ. 55) અને તેમના જ વિસ્તારમાં રહેતા કોન્ટ્રાક્ટર રામસિંગભાઈ દેવજીભાઈ વસાવા (ઉં.વ. 59) ગત 11 જુલાઈએ નિઝર તાલુકાના વ્યાવલ ગામમાં પંચાયતના બાંધકામનું કામ પૂર્ણ કરીને મોટરસાયકલ પર પોતાના ગામ પરત ફરી રહ્યા હતા.રાત્રે આશરે 8:30 વાગ્યે ટોકરવા ગામ પસાર કર્યા બાદ આમકુટી ગામની સીમમાં આવેલા ટેકરા નજીક પાછળથી પૂરઝડપે આવેલા એક અજાણ્યા હાઇવા ડમ્પરે તેમની બાઈકને ઓવરટેક કરી અચાનક રોડની સાઇડ લીધી હતી. બાઈક ગતિમાં હોવાથી ચાલક રામસિંગભાઈ વાહન પરનો કાબૂ ગુમાવી બેઠા હતા અને બાઈક સીધી ડમ્પરના પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી.અકસ્માતમાં બંને રસ્તા પર પટકાતા ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા. સ્થાનિકોની મદદથી 108 એમ્બ્યુલન્સ મારફતે બંનેને ઉચ્છલ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ફરજ પરના તબીબે રામસિંગભાઈ વસાવાને મૃત જાહેર કર્યા હતા. જ્યારે મનાભાઈ વસાવાને મોઢા અને નાકના ભાગે ફ્રેક્ચર સહિત ગંભીર ઇજાઓ થતાં વધુ સારવાર માટે વ્યારા જનરલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.
અકસ્માત સર્જ્યા બાદ હાઇવા ડમ્પરનો ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. બનાવ અંગે ઉચ્છલ પોલીસે ગુનો નોંધી અજાણ્યા ડમ્પર અને તેના ચાલકને શોધી કાઢવા તેમજ અકસ્માતની હકીકત જાણવા વધુ તપાસ હાથ ધરી છે.




Users Today : 0
Users Last 30 days : 131
Total Users : 14488