Explore

Search

July 15, 2026 5:11 AM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

વ્યારા : ભાડૂઆતની માહિતી પોલીસને ન આપતા મકાનમાલિક સામે ગુનો દાખલ

તાપી : જિલ્લાના વ્યારા ખાતે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવા બદલ એક મકાનમાલિક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.મળતી માહિતી મુજબ, એસ.ઓ.જી. શાખાના પોલીસ કર્મચારી દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

આરોપી મકાનમાલિક લાલારામ વિકારામ પવાર (હાલ રહે. અનાવલગામ, કાંતી કોલોની, તા. મહુવા, જી. સુરત) એ પોતાનું મકાન ભાડૂઆતને ભાડે આપ્યું હતું. પરંતુ, આ અંગેની કોઈ પણ પ્રકારની જાણ નજીકના પોલીસ સ્ટેશનમાં કે અન્ય કોઈ જગ્યાએ કરી ન હતી.તાપી જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા મુજબ ભાડૂઆત રાખતી વખતે તેની વિગતો પોલીસને આપવી અનિવાર્ય છે. આ નિયમનું ઉલ્લંઘન કરવા બદલ આરોપી સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
Our Visitor
0 1 4 4 8 8
Users Today : 0
Users Last 30 days : 131
Total Users : 14488