શહેરના ગોડાદરા, સાંઈનગર રો-હાઉસમાં રહેતા પ્રિતેશ ગણપતલાલ જૈન વેસુમાં સિદ્ધાર્થ ટ્રેડર્સના નામે એ.સી., ટેલિવિઝન સહિતની ઈલેક્ટ્રોનિક્સ સામગ્રીનો ધંધો કરે છે. એપ્રિલ-૨૪માં તેમને નાણાકીય જરૂરિયાત ઊભી થતાં વકીલાત કરતાં મિત્ર સુજીતસિંહ રાજકુમારસિંહ (રહે. સહજાનંદ સોસા., ગોડાદરા)નો સંપર્ક કર્યો હતો. તેણે શિવમ ઉર્ફે અંકિત વિંધ્યવાસીની દુબે (રહે. માન સરોવર સોસાયટી, ગોડાદરા)ની મુલાકાત કરાવી હતી. શિવમ અને સુજીતે આ વેપારીને ૧.૫૦ લાખ રૂપિયા વ્યાજે આપતી વખતે તેમની કાર ગિરો લઈ લીધી હતી. જે નાણાં આપ્યા હતા. તેની પર દર મહિને પાંચ ટકા વ્યાજ લેવાનું ઠેરવાયું હતું. ટુકડે ટુકડે ૭૫ હજાર રૂપિયા વેપારીએ ચૂકવ્યા હતા અને પોતાની કાર પરત આપી દેવા જણાવતાં કાર આપવાને બદલે વ્યાજ અને મુદ્દલ સહિત મોટી રકમની ઉઘરાણી કાઢી ધાકધમકી આપવામાં આવતી હોવાના આક્ષેપ સાથે વેપારીએ બંને વિરુદ્ધ ગોડાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.




Users Today : 3
Users Last 30 days : 419
Total Users : 13734