Explore

Search

May 13, 2026 7:39 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

Local News Tapi : વ્યારા અને સોનગઢમાં જાહેરનામાનો ભંગ: ભાડુઆતની માહિતી પોલીસને ન આપનાર ૩ મકાન/દુકાન માલિકો સામે ગુનો નોંધાયો

તાપી જિલ્લામાં કલેક્ટરના જાહેરનામાના અમલીકરણ માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ડ્રાઈવ અંતર્ગત વ્યારા અને સોનગઢમાં ત્રણ અલગ-અલગ કિસ્સાઓમાં દુકાન અને મકાન માલિકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. એસ.ઓ.જી. શાખા દ્વારા કરવામાં આવેલા પેટ્રોલીંગ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ માલિકોએ પોતાના ભાડુઆતોની વિગત સંબંધિત પોલીસ સ્ટેશનમાં નોંધાવી ન હતી.

મળતી માહિતી પ્રમાણે વ્યારા મેઇન બજારમાં હરીઓમ મેડીકલની સામે આવેલી ‘ટાર્ગેટ મોબાઇલ’ નામની દુકાનમાં એસ.ઓ.જી. ટીમે તપાસ કરી હતી. ત્યાં હાજર ભાડુઆત અબરાર સરફતઅલી રાઇન છેલ્લા બે વર્ષથી ભાડે રહેતો હતો. દુકાન માલિક ચંદ્રકાન્તભાઈ નગીનભાઈ દરજી (રહે.મહાદેવ મેડીકલ સ્ટોર્સ, વ્યારા) એ ભાડુઆત રાખતી વખતે કોઈ આઈ.ડી. પ્રુફ લીધું ન હતું કે પોલીસમાં જાણ કરી ન હતી. આથી તેમની સામે કલેક્ટરના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.

બીજા કિસ્સામાં, વ્યારાના ગોલવાડ ચાર રસ્તા પાસે આવેલી ‘ઓમ સાંઇ મોબાઇલ રીપેરીંગ’ની દુકાનમાં તપાસ કરતા ભાડુઆત દુર્ગેશભાઇ બાબુલાલ પરદેશી છેલ્લા ત્રણ વર્ષથી ત્યાં વ્યવસાય કરતો હોવાનું જણાયું હતું. દુકાન માલિક મુકેશભાઈ સુમનભાઈ બુંદેલા (રહે.ઉનાઇ રોડ, વ્યારા) એ પણ પોલીસને કોઈ પણ પ્રકારની જાણકારી આપી ન હતી, જેના કારણે તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જયારે ત્રીજા કિસ્સામાં સોનગઢના હાથી ફળીયામાં આવેલ ‘ઝોય કરિયાણા અને જનરલ સ્ટોર્સ’ ખાતે પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. અહીં ભાડુઆત સમુએલભાઇ વિજયકુમાર ગામીત એક વર્ષથી દુકાન ભાડે રાખીને વેપાર કરતા હતા. દુકાન માલિક કાંતુભાઈ વસંજીભાઈ ચૌધરી (રહે. બોરીસવાર, તા.સોનગઢ) એ ભાડુઆત અંગેની કોઈ પણ માહિતી પોલીસ સ્ટેશનમાં આપી ન હતી. આથી કલેક્ટરના જાહેરનામાના ઉલ્લંઘન બદલ સોનગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
AI Tools Indexer
Our Visitor
0 1 4 0 8 2
Users Today : 2
Users Last 30 days : 235
Total Users : 14082