Explore

Search

December 27, 2025 2:33 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

સુપર મોસ્ટ પાવર મોદીનો રાજયોગ

ગજકેસરી યોગને કારણે પ્રભાવિત રહેલો હોવાથી દુનિયાની મહાસતા પણ સાહેબનો વાળ વાંકો કરી શકતી નથી કે,સૂકો પાપડ પણ તોડી શકશે નહિ!:-સંત સુરા

Pm Modi

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ તે સ્વ.હીરાબા અને સદ્દગત દામોદરદાસ મૂલચંદ મોદીનાં સુપુત્રની કુંડળી જન્મ તા.૧૭.૦૯.૧૯૫૦ મુજબ કાઢતા અને તેમના પોતાના કવિ,ચિંતક, વાર્તાકાર અને નિબંધકાર તરીકેનાં વિવિધ પાસાઓના જન્માક્ષરો ખૂબ જ ધ્યાનપૂર્વક ચીવટતા, ચોક્કસતાથી દરેક ખૂણે તપાસતા તેમજ હસ્ત રેખા સહિત ભાગ્ય રેખાનું તલસ્પર્શી નિરીક્ષણ કરતા અત્રે એ હકીકતે અને વિગતે નિમ્ન લિખિત પરામર્શ અને નિષ્કર્ષ પર ઉત્તરી આવ્યા છીએ કે, સુપર પાવર મોદીનો રાજયોગ તેના ગજ કેસરી યોગને કારણે આભારી રહેલો છે!

ખેર,રાજયોગમાં ગ્રહ, તિથિ, નક્ષત્ર અને વારનો ચોક્કસ પ્રકારનો સમન્વય થતાં આવતો એક શુભ યોગ જેમાં આઠ પ્રકારના યોગથી ઈશ્વરપ્રવણ સિદ્ધ કરવામાં આવે તેવી યોગપદ્ધતિ! અલબત, ગજકેસરી યોગ શું છે?! જ્યોતિષમાં ગજકેસરી યોગ ખૂબ જ શુભ અને ઉત્તમ કહેવાય છે. આ યોગ ત્યારે બને છે જ્યારે ગુરુ અને ચંદ્રની વિશેષ સ્થિતિ બને છે.

જ્યારે ગુરુ અને ચંદ્ર કોઈ પણ રાશિમાં એકસાથે બેઠા હોય અથવા ચંદ્ર જે રાશિમાં હોય તે રાશિમાંથી ચોથા, સાતમા અને દસમા ભાવમાં હોય ત્યારે ગજકેસરી યોગ બને છે! સંસ્કૃતમાં “ગજ કેસરી” શબ્દનો અર્થ હાથી જેવો સિંહ થાય છે અને તે અપાર શક્તિ, જ્ઞાન અને સંપત્તિનું પ્રતિનિધિત્વ કરે છે. જો ગુરુ લગ્ન અને ચંદ્ર બંને સાથે આ જોડાણ બનાવે તો તે તેની સકારાત્મક અસરોને મજબૂત બનાવે છે જેનાથી વ્યક્તિની બુદ્ધિ, સંપત્તિ, પ્રતિષ્ઠા અને સંપૂર્ણ નસીબમાં વધારો થાય છે! ( અભ્યાસ )

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
AI Tools Indexer
Our Visitor
0 1 1 2 3 5
Users Today : 15
Users Last 30 days : 767
Total Users : 11235