વ્યારાના સુરતી બજારમાં રહેતા અને શિક્ષિકા તરીકે ફરજ બજાવતા નંદાબેન જીગરભાઈ શાહના દિકરા પાર્થને કેનેડા ખાતે કેલગરી નજીક એરડ્રીમાં બર્ગર શોપ (ફ્રેન્ચાયઝી) માં બે વર્ષ માટે નોકરી આપવા બાબતે પ્રિયાંક રશ્મીકાંત વ્યાસ અને રીધીકા પ્રિયાંક વ્યાસએ વાતચીત કરી હતી. પાર્થ કેનેડા ખાતે વિઝીટર વિઝા ઉપર ગયેલ હોવાથી ત્યાં એલ.એમ.આઈ.એ.ના આધારે ૨ વર્ષની કલોઝ વર્ક પરમીટ મેળવી પ્રિયાંક વ્યાસની શોપ ઉપર કામ કરતો હતો.
પ્રિયાંક તથા રીધીકાએ બે વર્ષ માટે નોકરી આપવાનો વિશ્વાસ અપાવી પરમેનન્ટ રેસીડન્સી પરમીટ મળવાની લાલચ આપી ૪૨,૦૦૦/- કેનેડીયન ડોલર(આશરે રૂ.૨૫,૮૩,૦૦૦/-) પડાવી લીધા બાદ નંદાબેન તથા તેમના દિકરાની જાણ બહાર જ પોતાની કેનેડા ખાતે કેલગરી નજીક એરડ્રીમાં બર્ગર શોપ(ફ્રેન્ચાયઝી) બારોબાર બીજાને આપી દીધી હતી, તેમજ પાર્થને નોકરીમાંથી છુટા કરી દીધા હતા. દંપતીએ નોકરી આપવાના નામે તેમજ પરમેનન્ટ રેસીડન્સી પરમીટ મળવાની લાલચ આપી નાણાં પડાવી લઇ છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ શિક્ષિકા નંદાબેન શાહએ વ્યારા પોલીસ મથકે કરી હતી.




Users Today : 2
Users Last 30 days : 1175
Total Users : 13081