ગુજરાત માધ્યમિક અને ઉ.મા.શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આગામી તા. 26/02/2026 થી તા. 18/03/2026 દરમિયાન એસ.એસ.સી.ની પરીક્ષા અને એચ.એસ.સી. ની સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા યોજાશે.
આ પરીક્ષા નજીક આવતી હોવાથી વિદ્યાર્થીઓ માનસિક તાંણ ન અનુભવે અને ભયમુક્ત રીતે પરીક્ષા આપી શકે અને માનસિક તણાવની પરિસ્થિતિમાં તેઓને માર્ગદર્શન મળી રહે તે માટે મનોવિજ્ઞાન વિષયનાં શિક્ષકો અને મનોચિકિત્સકના નંબર જાહેર કરાયો છે. વધુમાં વિદ્યાર્થીઓ અને વાલીઓને ઉદભવતા પ્રશ્નોનું સમયસર સમાધાન થાય તેમજ મુંઝવતા પ્રશ્નો, ડર, હતાશાનું નિરાકણ લાવવા માટે હેલ્પલાઈન ચાલુ કરવામાં આવ્યું છે.વિદ્યાર્થીઓ કે વાલીઓ વિષય પ્રમાણે શિક્ષકો પાસેથી તેમને મુંઝવતા પ્રશ્નો બાબતે માર્ગદર્શન મેળવી શકે તે માટે તમામ વિષયના તજજ્ઞ શિક્ષકોની નિમણૂક કરાઈ છે. વિષય નિષ્ણાંતોના નંબર કાઉન્સેલર તરીકે શાળાના નોટીસ બોર્ડ પર લગાવવામાં આવશે તથા વિદ્યાર્થીઓ અને વાલીઓને આ બાબતની માહિતી મળી રહે તે માટે તમામ શાળાઓને સુચના આપવામાં આવી છે. તેમ, તાપી જિલ્લા શિક્ષણાધિકારીશ્રી તરફથી પ્રાપ્ત અખબારી યાદીમાં જણાવાયું છે.




Users Today : 1
Users Last 30 days : 442
Total Users : 13684