Explore

Search

March 13, 2026 8:17 AM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

Latest News Tapi : ઉચ્છલની ધૂપી પ્રાથમિક શાળાનો CET પરીક્ષામાં ડંકો: 100% પરિણામ સાથે તમામ 16 વિદ્યાર્થીઓ મેરિટમાં

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ-5ની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) 2026-27માં તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાની ધૂપી પ્રાથમિક શાળાએ સુવર્ણ સફળતા હાંસલ કરી છે. શાળાના તમામ 16 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા પાસ કરીને 100% પરિણામ મેળવતા સમગ્ર પંથકમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.

આ વર્ષની CET પરીક્ષામાં ધૂપી પ્રાથમિક શાળાના કુલ 16 વિદ્યાર્થીઓ બેઠા હતા અને તમામ સફળ જાહેર થયા છે. આ સિદ્ધિની વિશેષતા એ છે કે દરેક વિદ્યાર્થીએ 45થી વધુ ગુણ મેળવી મેરિટ લિસ્ટમાં સ્થાન પાકું કર્યું છે.શાળાના વિદ્યાર્થી પાડવી પ્રેમલકુમાર વિપુલભાઈએ 81 ગુણ મેળવી સમગ્ર ઉચ્છલ તાલુકામાં પ્રથમ ક્રમ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે. આ પરિણામમાં સૌથી નોંધપાત્ર બાબત એ છે કે સફળ થયેલા 16 વિદ્યાર્થીઓમાં દીકરીઓની સંખ્યા બહુમતીમાં છે. આ પરિણામ સાબિત કરે છે કે અંતરિયાળ વિસ્તારની દીકરીઓ પણ શિક્ષણ ક્ષેત્રે મક્કમ ડગલે આગળ વધી રહી છે. દીકરીઓની આ પ્રગતિ સમાજ માટે એક સકારાત્મક સંદેશ પૂરો પાડે છે.

વિદ્યાર્થીઓની આ સફળતા પાછળ શાળાના શિક્ષકોનું સતત માર્ગદર્શન અને રાત-દિવસની મહેનત જવાબદાર છે. આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી બિપિનકુમાર ડી.વસાવા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી એ.જે. ગામીત તેમજ BRC કો-ઓર્ડિનેટર દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. રાજ્ય સરકારની યોજના મુજબ આ તેજસ્વી વિદ્યાર્થીઓને હવે પ્રતિષ્ઠિત ખાનગી શાળાઓ, આદિજાતિ વિભાગની શાળાઓ અને એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ શાળાઓમાં નિઃશુલ્ક અને ગુણવત્તાસભર શિક્ષણ મેળવવાની સુવર્ણ તક મળશે. આ ઐતિહાસિક સફળતાને પગલે ધૂપી ગામના વાલીઓમાં અને ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સફળતા અન્ય સરકારી શાળાઓ માટે પણ પ્રેરણાસ્ત્રોત બની છે.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
AI Tools Indexer
Our Visitor
0 1 3 5 7 2
Users Today : 10
Users Last 30 days : 493
Total Users : 13572