Explore

Search

February 11, 2026 3:39 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

Latest news tapi : ટ્રકમાં ગેરકાયદેસર રીતે ભેંસો અને પાડા લઈ જતાં ટ્રક ઝડપાઈ

વ્યારામાંથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર વીરપુર ગામની સીમમાંથી પોલીસે ગેરકાયદેસર રીતે પશુઓની હેરાફેરી કરતી ટ્રકને ઝડપી પાડી હતી જેમાંથી ૧૨ નંગ ભેંસો અને ૧ નંગ પાડા સહિત રૂપિયા  ૧૨.૫૦ લાખનાં મુદ્દામાલ સાથે ચાલક અને કલીનરની ધરપકડ કરી બે ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા.

મળતી માહિતી અનુસાર, વ્યારા તાલુકાનાં વીરપુર ગામની સીમમાં આવેલ શ્રી સવાઈભોજ કિરાણા સ્ટોર સામેથી પોલીસે ટાટા કંપનીની બંધ બોડીની એક ટ્રક નંબર જીજે/૦૧/ડીવી/૫૩૨૭માં તપાસ હાથ ધરતા ટ્રકમાં પશુઓ ભરેલ હોવાનું જણાઈ આવ્યું હતું. જોકે ટ્રકમાં કુલ ૧૨ નંગ ભેંસો અને એક નંગ પાડો વગર પાસ પરમિટે ભરી તેમજ ખીચોખીચ અને ટૂંકી દોરીથી બાંધી, ઘાસચારા-પાણીની વ્યવસ્થા વગર તેમજ પ્રાથમિક સારવારના સાધનો ન રાખી અને કોઈ સત્તાધારી અધિકારીના પ્રમાણપત્ર વગર પશુઓનું વહન થતું હોવાનું બહાર આવતાં રૂપિયા ૨.૨૫ લાખની ટ્રક મળી કુલ રૂપિયા ૧૨,૫૦,૦૦૦/-નાં મુદ્દામાલ સાથે અશરફ મિયાં એહમદ મિયાં સૈયદ (રહે.જમ્મુસર ગામ, વાટા વિસ્તાર, રજા મસ્જિદ પાસે, તા.જંબુસર. જિ.ભરૂચ, મૂળ રહે.ચિશ્તીનગર, તરસાડી વોટર ટેંક પાસે, તા.માંગરોળ, જિ.સુરત) અને સદ્દામહુસેન સલીમભાઈ મારવાડી (રહે.હુસોનિયા નગર સોસાયટી, વેજલપુર રેલવે સ્ટેશન પાસે, ભરૂચ)નાંઓની અટકાયત કરી હતી, જ્યારે ભેંસો ભરી આપનાર દિલાવર યુસુફ મુન્શી (રહે.મોટા નાગોરીવાડ, મદીના હોટલ પાસે, ભરૂચ) અને ટ્રક માલિક સરફરાજ મુસા પટેલ (રહે.ભીખા ખડકી આછોદ, ભરૂચ)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસ કર્મચારીને ફરિયાદનાં આધારે ઝડપાયેલ ચાલક અને ક્લીનર વિરુદ્ધ ગુન્હો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી, જયારે પોલીસ ચોપડે બે ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
AI Tools Indexer
Our Visitor
0 1 3 0 8 5
Users Today : 6
Users Last 30 days : 1161
Total Users : 13085