Explore

Search

February 11, 2026 5:00 AM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

Latest News Tapi : ટેમ્પાએ મોટરસાયકલ સવાર દંપતિને અડફેટે લીધી : પત્નીનું મોત

વ્યારાના રૂપવાડા ગામમાં અજાણ્યા ટેમ્પાએ મોટરસાયકલ સવાર દંપતિને અડફેટે લેતા પત્નીનું સારવાર દરમિયાન મોત થયું હતું.મળતી માહિતી અનુસાર બારડોલીના પથરૂમ ગામના મધુભાઈ લાહનુંભાઈ ગાયકવાડ તથા તેમની પત્ની લક્ષ્મીબેન સુગર ફેકટરીમાં શેરડી કટીંગનું કામ કરતા હતા.

તા.૪ ના રોજ લક્ષ્મીબેન અને મધુભાઈ પોતાની મોટરસાયકલ લઈને વાલોડ થઈ રૂપવાડાથી કપુરા રોડ ઉપર આવવા નીકળ્યા હતા, તે દરમિયાન વ્યારાના રૂપવાડા ગામ પાસે આવતા ટેકરી ફળીયામાં એક ટેમ્પાએ મોટરસાયકલને સામેથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મધુભાઈ તથા લક્ષ્મીબેનને ગંભીર ઈજા થઈ હતી, જેઓને વ્યારાની જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં દરમિયાન લક્ષ્મીબેનનું મોત થયું હતું. અજાણ્યા ટેમ્પાચાલક સામે વ્યારા પોલીસ મથકે મધુભાઈ ગાયકવાડએ ફરિયાદ આપી હતી.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
AI Tools Indexer
Our Visitor
0 1 3 0 8 1
Users Today : 2
Users Last 30 days : 1175
Total Users : 13081