તાપી જિલ્લા કલેક્ટર ડો. વિપીન ગર્ગની અધ્યક્ષતામાં જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરશ્રી ગર્ગે જિલ્લામાં ટ્રાફિક વ્યવસ્થાને આયોજનબદ્ધ બનાવવા માટે કેટલાંક મહત્વપૂર્ણ અને રચનાત્મક સુચનો આપ્યા હતા.
આ તકે સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી શ્રી એમ.એસ.વસાવા પણ માર્ગ સલામતીના નિર્ણાયક મુદ્દાઓ પર ધ્યાન દોરીને, ટ્રાફિક નિયમોનું કડક પાલન, વાહનો પર યોગ્ય રીતે રિફ્લેક્ટર લગાડવા તેમજ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૬ હેઠળ થઈ રહેલા વિભાગની કામગીરી અંગે કલેક્ટરશ્રીનું ધ્યાન દોર્યુ હતુ. આ બેઠકમાં નાયબ પોલીસ અધીક્ષકશ્રી, વ્યારા-સોનગઢ ચીફ ઓફીસરશ્રી, નેશનલ હાઈવેના અધિકારીશ્રી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




Users Today : 5
Users Last 30 days : 1160
Total Users : 13084