Explore

Search

February 5, 2026 4:37 AM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

LATEST NEWS TAPI : શ્રમિકો અને કર્મચારીઓની ફરજિયાત નોંધણી અંગેનું જાહેરનામુ

તાપી જિલ્લામાં જાહેર શાંતિ અને સલામતી જળવાઈ રહે તેવા આશયથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી આર.આર. બોરડે દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે. જિલ્લામાં તમામ મકાન બાંધકામ બિલ્ડર્સ તથા અન્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ પ્રાઈવેટ સેક્ટરના માલિકો, મેનેજમેન્ટ સ્ટાફ કે જેઓના યુનિટમાં કર્મચારીઓ, કારીગરો, મજુરો હાલમાં કામ ઉપર છે તથા કામ ઉપર રખાશે તેવા કાયમી, હંગામી, રોજીંદા કે કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ, કારીગરો, મજુરોની હકીકત તૈયાર કરી સંબંધિત પોલીસ સ્ટેશનને તથા મામલતદારશ્રીને મોકલવાની રહેશે.

નોંધનીય છે કે, માલિક, કર્મચારી તથા જેના સંપર્કથી કામે રાખવામાં આવ્યા છે તેમના નામ, સરનામા, સંપર્ક નંબર, કામ પર રાખ્યાની તારીખ, વતનનું સરનામુ, કર્મચારી અને કર્મચારીના બે-ત્રણ સગા-સંબંધીઓના નામ, સરનામા ફોટોગ્રાફ સાથે આપવાના રહેશે.  આ જાહેરનામાની અમલવારી તા. 27 માર્ચ, 2026 સુધી કરવાની રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
AI Tools Indexer
Our Visitor
0 1 2 9 0 4
Users Today : 10
Users Last 30 days : 1360
Total Users : 12904