વ્યારાના પનિયારી ગામમાં ટેમ્પાએ મોટરસાયકલને પાછળથી ટક્કર મારતા મોટરસાયકલ ચાલકને માથા તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજા થતા જેઓનું સારવાર દરમિયાન મોત થયું હતું.
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો એવી છે કે વ્યારા તાલુકાના પનિયારી ગામના મનસુખભાઈ કિશાનભાઈ ગામીત તા૦૮/૦૨/૨૦૨૬ ની રાત્રિએ ગામમાં જ સડક ફળિયામાં સબંધીને ત્યાં બેસવા માટે ગયા હતા, જયાંથી રાત્રિએ પોતાની મોટરસાયકલ લઈને ઘર તરફ આવી રહ્યા હતા, તે દરમિયાન ટીચકપુરા બાયપાસથી વ્યારા તરફ જતા નેશનલ હાઇવે ઉપર નર્સરી પાસે એક ટેમ્પાએ મોટરસાઈકલને પાછળથી ટક્કર મારતા અકસ્માતમાં મનસુખને માથાના ભાગે તથા બંને પગે ગંભીર ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જયાં સારવાર દરમિયાન મોત થયું હતું. અકસ્માત કરનાર અજાણ્યા ટેમ્પાચાલક સામે વ્યારા પોલીસ મથકે દિપનેશભાઈ મનસુખભાઈ ગામીતએ ફરીયાદ કરી હતી.




Users Today : 2
Users Last 30 days : 1175
Total Users : 13081