
વ્યારા તાલુકાના ડોલારા ખાતે આગા ખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ હેઠળ મંગળવારે ‘વિશ્વ મહિલા દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આસપાસના ગામોની મોટી સંખ્યામાં મહિલાઓએ જોડાઈને નારી શક્તિનો પરિચય આપ્યો હતો.કાર્યક્રમનો મુખ્ય આશય ગ્રામીણ મહિલાઓમાં જાગૃતિ લાવવા અને તેમના સશક્તિકરણ પર ભાર મૂકવાનો હતો.
મહાનુભાવોએ ઉપસ્થિત મહિલાઓને પ્રોત્સાહિત કરી સમાજમાં તેમના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું. ઉજવણી દરમિયાન આદિવાસી સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી, જેમાં બહેનોએ ઢોલના તાલે પરંપરાગત નૃત્ય કરી વાતાવરણ ગુંજતું કર્યું હતું.આ પ્રસંગે ડોલારા ગામના મહિલા સરપંચ,તલાટી મંત્રી, PHC સભ્યો અને આગ ખાન સંસ્થાના પ્રતિનિધિઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.




Users Today : 10
Users Last 30 days : 493
Total Users : 13572