ઉકાઈના ભીમપુરા ગામના ત્રણ પાસેથી ગેરકાયદે ચાલતું ગેસ રીફીલીંગનું કૌભાંડ ઝડપી પાડવામાં તાપી પોલીસને સફળતા મળી છે. આ મામલે પિતા-પુત્રની અટકાયત કરવામાં આવી છે. પોલીસ પ્રેસનો અનુસાર તા. ૯મી નારોજ ઉકાઈ તાલુકાના ભીમપુરા ગામના ત્રણ રસ્તા પાસે આવેલ એક મકાનના ધાબા ઉપર ગેરકાયદે ગેસ રીફીલીંગ ચાલતું હોવાની બાતમીના આધારે તાપી જિલ્લા એસ.ઓ.જી પોલીસ સ્ટાફના માણસોએ દરોડા પાડ્યા હતા.
આ દરોડામાં ગેસ રીફીલીંગનું કૌભાંડ ચલાવતા પિતા-પુત્રને ઝડપી પાડવામાં હતા. (૧) મુકેશભાઈ રામાભાઈ ઉદમલ (ઉ.વ.૫૨) અને રાજભાઈ મુકેશભાઈ ઉદમલ (ઉ.વ.૨૮) ની અટકાયત કરી ગેસ રીફીલીંગના નાના મોટા બાટલાઓ સહિત કુલ રૂપિયા ૫૪,૯૦૦/-નો મુદ્દામાલ કબજે કરી પકડાયેલા ગુન્હેગારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.




Users Today : 2
Users Last 30 days : 425
Total Users : 13731