Explore

Search

February 5, 2026 4:37 AM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

Latest News Tapi : મજુર યુવાન સાથે રૂ.૪૭ હજારનો સાયબર ફ્રોડ

નિઝરના કોઠલીના યુવાનને ફોન પર સાયબર ક્રાઈમમાં ફરિયાદ દાખલ થયેલી હોવાનું કહી ડરાવી આ જે ફાઈલ બંધ કરાવવાના નામે ઠગે રૂ.૪૭,૨૦૦/- જેટલી રકમ ખંખેરી લીધી હતી.

નિઝર તાલુકાના કોઠલી ગામના ૨૦ વર્ષીય મજુર યુવાન સાથે રૂ.૪૭ હજારનો સાયબર ફ્રોડ થતા મામલો મથકે પહોંચ્યો છે, ગત્ તા.૨-૧૨-૨૫ ના રોજ સોમનાથભાઈ રમણભાઈ વળવી ઉપર અજાણ્યાનો ફોલ આવેલ તેણે જણાવ્યું કે મેં એસ.આઈ.સંજય શર્મ સાયબર ક્રાઇમ દિલ્હી સે બાત કર રહા હું આપકે ઉપર એફ.આઈ.આર.દર્જ હુવા હૈ, વો કેન્સલ કરવાને કે લીધે આપકો ૨૨૦૦/- રૂપયે ડાલના પડેગા તેમ કહેતા જ ગભરાઈ ગયેલ યુવાને રૂ.૨૨૦૦/-ટ્રાન્સફર કરી દીધા હતા. ત્યારબાદ એફ.આઈ.આર.ફાઈલ બંધ કરવા સહિતની જુદીજુદી વાતો તરકીબ અપનાવતો રહ્યો અને યુવાન પાસે નાણાં ખંખેરતો રહ્યો હતો. અંદાજીત રૂ.૪૭,૨૦૦/- જેટલી રકમ અજાણ્યાએ ટ્રાન્સફર કરાવી લીધી હતી. અજાણ્યાએ અલગ-અલગ ખાતાઓમાં ફોન પે કરાવી નાણાં પડાવી છેતરપિંડી, ઠગાઈ કર્યાની ફરિયાદ પોલીસ મથકે સોમનાથભાઈ વળવીએ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
AI Tools Indexer
Our Visitor
0 1 2 9 0 4
Users Today : 10
Users Last 30 days : 1360
Total Users : 12904