તાપી જિલ્લામાં કાયદા વ્યવસ્થા મજબૂત રાખવાના હેતુથી પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા મોટો કાર્યવાહી કરવામાં આવી છે,જિલ્લામાં વિવિધ ગુનાહિત કેસોમાં ઝડપી લેવાયેલ અંદાજિત રૂ. ૩.૪૯ કરોડની કિંમતની કુલ ૧,૧૬,૧૯૫ ઇંગ્લિશ દારૂની બોટલીઓ પર બુલડોઝર ફેરવી સંપૂર્ણપણે નાશ કરવામાં આવ્યો છે.
વિગતો અનુસાર જિલ્લામાં વ્યસન મુક્તિ અભિયાન તથા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત તાપી જીલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનો વ્યારા, વાલોડ, ડોલવણ, કાકરાપાર, ઉકાઇ, સોનગઢ, ઉચ્છલ, નિઝર અને કુકરમુંડામાં ગુનાના કામે કબજે કરેલ ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL) નો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો.તા.૦૨-ફેબ્રુઆરીએ આ કાર્યવાહી વાલોડ તાલુકાના બાજીપુરા ગામની સીમમાંથી પસાર થતો નેશનલ હાઇવે માર્ગની બાજુમાં આવેલી ડમ્પિંગ સાઇટ ખાતે કરવામાં આવી હતી.
ન્યાયાલયની પરવાનગી બાદ કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે દારૂનો સંપૂર્ણપણે નાશ કરાયો હતો. માહે-૦૭/૨૦૨૫ થી માહે-૧૨/૨૦૨૫ માં તાપી જીલ્લાના કુલ-૦૯ પોલીસ સ્ટેશનના કુલ-૨૯૬ ગુનાઓમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL) બાટલી નંગ ૧,૧૬,૧૯૫ કિંમત રૂપિયા ૩,૪૯,૫૮,૬૯૩/- નો પ્રોહીબિશન મુદ્દામાલ કબજે કરવામાં આવેલ હતો.મોટી સંખ્યામાં જપ્ત કરાયેલા દારૂના જથ્થાનો આ રીતે નાશ કરવાથી દારૂબંધી કાયદાનો કડક અમલ થતો હોવાનો સંદેશો મળ્યો છે. દારૂ નાશની સમગ્ર પ્રક્રિયા દરમિયાન પ્રદૂષણ નિયંત્રણના નિયમો તેમજ સુરક્ષા વ્યવસ્થાનો સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોલીસ અધિકારીઓ તથા વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લામાં દારૂની ગેરકાયદે હેરાફેરી સામે આવી કાર્યવાહી ભવિષ્યમાં પણ ચાલુ રહેશે તેવું અધિકારીઓએ જણાવ્યું હતું.




Users Today : 10
Users Last 30 days : 1360
Total Users : 12904