Explore

Search

February 12, 2026 12:40 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

Latest news tapi : એક શખ્સની ગાંજા જથ્થા સાથે ધરપકડ

વ્યારાના તાડકુવા ગામની સીમમા આવેલ સ્વીટી પાર્ટી પ્લોટની બાજુમા મગદુમ નગર વ્યારા તરફ જતા રોડ ઉપર વાહન ચેકીંગ દરમિયાન ૧૭ કિલોથી વધુ નશીલા પદાર્થની હેરાફેરી કરતા એક ઇસમને ઝડપી લઈને ગાંજો, મોબાઈલ, રોકડ સહીતનો મુદ્દામાલ કબજે લીધો છે.

મળતી માહિતી પ્રમાણે તાપી જિલ્લા SOG સ્ટાફના માણસો તા.૧૨મી જુન નારોજ વ્યારાનાં તાડકુવા ગામની સીમમા આવેલ સ્વીટી પાર્ટી પ્લોટની બાજુમા મગદુમ નગર વ્યારા તરફ જતા રોડ ઉપર વાહન ચેકીંગમાં હતા દરમિયાન નિતેશભાઇ કિરણભાઇ વળવી (ઉ.વ.૨૮,રહે.પાટલી ગલી, ધાનોરાગામ, તા.જી. નંદુરબાર (મહારાષ્ટ્ર)ના કબજામાંથી ગાંજો કુલ ૧૭,૦૧૦ કિલો ગ્રામ, જેની કુલ કિંમત રૂપિયા ૧,૭૦,૧૦૦/- ના મત્તાનો વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાની હેરાફેરી કરતા ઝડપી પાડવામાં આવ્યો હતો. ઝડપાયેલા આરોપી પાસેથી માદક પદાર્થ ગાંજાનો જથ્થો સહીત મોબાઇલ નંગ-૦૨, કિં.રૂ.૫૫,૦૦૦/- મળી, કુલ રૂ.૨,૨૫,૧૦૦/-ના મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે,આરોપી વિરુદ્ધ નાર્કોટીક્સ સબસટન્સ એકટ હેઠળ ગુનો કરી આગળની વધુ તપાસ વ્યારા પોલીસ સ્ટેશનનાં પીઆઈ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
AI Tools Indexer
Our Visitor
0 1 3 0 9 0
Users Today : 4
Users Last 30 days : 1152
Total Users : 13090