Explore

Search

February 5, 2026 4:40 AM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

Latest News નવાપુરના અડ્ડા ઉપર સુરત સહિત દક્ષીણ ગુજરાત માંથી જુગાર રમવા માટે આવેલા ૩૯ શખ્સો પકડાયા

તાપી જિલ્લાની બોર્ડર નજીક આવેલા મહારાષ્ટ્રના નવાપુર શહેર પાસેથી પસાર થતા સુરત-ધુલીયા હાઈવે નં.૫૩ની બાજુમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા હતા જ્યાં નંદુરબાર એલસીબી પોલીસે છાપો મારી ૧૪.૩૬ લાખ ૬૦૨ રૂપિયાના મુદ્દામાલ સાથે સુરત, બારડોલી, વાપી સહિત ૩૯ જુગારીઓ વિરુદ્ધ મહારાષ્ટ્ર જુગાર અધિનિયમ હેઠળ નવાપુર પોલીસ મથકમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ઘરી છે. વિગતો અનુસાર મહારાષ્ટ્રના નવાપુરમાં મોટો અડ્ડો ચાલી રહ્યો હતો. જ્યાં પોલીસે દરોડો પાડી જુગારીઓને ટેબલ અને જમીન પર બેસાડી જુગાર રમાડતા રઈસ (રહે.નવાપુર) અને તેનો મેનેજર ગુલામ અલી ગુલામનવી દુધવાલા (રહે.નાગરવાડા કાસમ મહાલ વડોદરા) સહિત ૩૯ જુગારીઓ ને ઝડપી પાડી તેમની પાસેથી જુગારના સાધનો સહિત મોબાઈલફોન સહિત રોકડા રૂપિયા મળી કુલ ૧૪.૩૬ લાખ ૬૦૨ રૂપિયાનો મુદ્દેમાલ જપ્ત કર્યો હતો.

કોણ કોણ પકડાયું ? દિલીપ ભાઈ કાસમભાઈ ટેલર (રહે.અંબાજી રોડ હનુમાનશેરી, સુરત), યોગેશ અનિલભાઈ સુચક (રહે. આકાશ રોહાઉસ પાંડેસરા, સુરત), ધનસુકભાઈ જડુભાઈ ડિંમર (રહે. ધનદેવી માછીવાડા નવસારી), હિમાંશુ મુકેશ દોંડીયા (રહે. વાકીપાડા, નવાપુર), પપ્પુ જયલાલ શહા (રહે. ચલા સ્વામી નારાયણ શાળાની બાજુમાં વાપી), પ્રકાશ સુંદરલાલ યાદવ (રહે. નેહરૂ ગાર્ડનની પાછળ, નવાપુર), હિતેશ મોતીલાલ પટેલ (રહે.મિનસિટી પાલ, સુરત), જોસેફ વરકી કિડાકેકાડાવીલ (રહે.બાલાદેવી આનંદનગર સોસાયટી ગાંધી રોડ, બારડોલી, જિ.સુરત), ઈકબાલ અબ્દુલમિયા શેખ (રહે. વરીયાળી બાજાર સૈય્યદ વાડા, સુરત), મોહમ્મદ સલીમ બદ્રુદ્દીન અન્સારી (રહે.પ્લોટ નં.૪૦૩ રાની ક્લબ, સુરત), નરેશકુમાર શ્રીચંદ્ર સિંગ (રહે.ટિકેથ જિ.હાથરસ ઉત્તર પ્રદેશ), મુન્ના સુરેશ શહા.(રહે.ચાલા વાપી), રામરતન રામઆધાર શર્મા(રહે. કાઝીટોલા તાલુકા બબેરૂ જિ.ચિત્રકુટ ઉત્તર પ્રદેશ), અલ્લારખુ મોહમ્મદ પાટીયા (રહે.સૈય્યદ સ્ટ્રીટ કિલ્લા પારડી વલસાડ), જતિન બાલકિસન ચાંડક (રહે.અમિધરા અપાર્ટમેંટ વાપી), છોટુ બદુરદ્દીન મન્યાર (રહે.અલીફનગર ઝોપડપટ્ટી સોનગઢ જિ.તાપી)

શેખ મકબુલ ગુલામ મોહમ્મદ (રહે.ન્યુ કસક નગર રેલવે સ્ટેશનની પાછળ ભરૂચ), શેખ અસલમ શેખ હારૂન (રહે.ગલી નં.૦૬ મીટીખાડી ફુલવાડી સુરત), દિપકભાઈ મધુભાઈ પટેલ (રહે.૧૦૧ વાસ્તુ રેસિડેન્સી યોગી ચોક, સુરત), અજયકુમાર ચેમુભાઈ ગોરાસ્વા (રહે.ગલી નં.૧૦ ભાગીરથ, સુરત), પ્રદીપ શંકર વળવી (રહે.પાટીબેડકી તા. નવાપુર, જિ.નંદુરબાર), પુરોષોતમભાઈ ગોવિંદભાઈ દેવપુંજક (રહે. લક્ષ્મણ નગર સુરત), ઈરફાન અબ્દુલ કાદીર શેખ (રહે.ધનદેવી નવીન નગર નવસારી), સંજય લાલજીભાઈ સોજિત્રા (રહે.૨૦૨ ઓપેરા પેલેસ લસ્કાના સુરત), ક્રુશાંક રતિલાલ ઠાકુર (રહે.૧.૪૪૯. દર્જીશેરીની બાજુમાં નાનપુરા, સુરત), ભાવેશભાઈ કલ્લુભાઈ વાસોયા (રહે.૭૦૧ સનસિટી રેસિડેન્સી અમરોલી, સુરત), આદમભાઈ સુલેમાનભાઈ જેઠવા (રહે. ૧૦૬ રામપુરા પેટ્રોલપંપ, સુરત), મોહમ્મદ ઈરફાન અબ્દુલમિયા શેખ (રહે. ૧૧.૨૩૩૭મરજાન સામી રોડ, ખજુરાવાડી, સુરત), અશ્પાક રફિક કાઝી (રહે. બુધસોસાયટી મદીના મસ્જીદ ઉધના, સુરત)

દિપકકુમાર ગોર્વધનદાસ લાલવાણી (રહે.સાઈરચના સોસાયટી ૨૧૮ બી. સુરત), શેખ સલીમ કાસમ શેખ (રહે. ૧૯૩ જમાદાર મોહલ્લા ધનદેવી જિ.નવસારી) રૌફ શહા હસન શહા(રહે.ન્યુ ટેનામેન્ટ જી ૧૨ ઉમરવાડા, સુરત), ધર્મેશ ધનસુખભાઈ પંચાલ (રહે.દયા પાર્ક સોસાયટી બી.૨ માંડવી જિ.સુરત), દિલીપ ભાઈ શંકર પારધી (રહે.ઘર નં.૨૦ ડેડીયાપાડા ભરૂચ), સંજય ભાઈ દેવસીભાઈ બલદાનિયા (રહે.મુક્તીધામ સોસાયટી ૩૯ પર્વતપાટીયા સુરત), ગુલામ ખાજા રસુલભાઈ ભટીયારા (રહે.ઘર નં.૧૦૮૬ વસંત ટોકીઝ ગલી, સુરત), મોહમ્મદ હમીદ અબ્દુલગની શેખ (રહે.૧૩૩૫ વરીયાલી બજાર, સુરત), બકુલભાઈ નટવરભાઈ પટેલ (રહે.૪૦૮ કૈલાશરોડ સેટીયાનગર ગ્રામ પંચાયત પાસે, વલસાડ)

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
AI Tools Indexer
Our Visitor
0 1 2 9 0 4
Users Today : 10
Users Last 30 days : 1360
Total Users : 12904