ભેજાબાજે રીલાયન્સ કંપનીમાંથી તમારી રૂ.૫૦ હજારની લોન મંજુર થઇ હોવાનું જણાવી વિવિધ પ્રોસિજરના ઓથા હેઠળ વ્યારાના ખોડતળાવ ગામના યુવાનના ખાતામાંથી રૂ.૨૧૩૧૬ ઉસેટી લીધા હતા. ઓનલાઈન છેતરપીંડી કરનારે વિશ્વાસમાં લઈ છેતરપિંડી કર્યાની ફરિયાદ કાકરાપાર પોલીસ મથકે યુવાને તા.૧૯ ના રોજ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વ્યારા તાલુકાના ખોડતળાવ ગામના બજાર ફળીયાના રહીશ હેમંતભાઇ દિનેશભાઈ ચૌધરી ગત તા.૧૭-૨-૨૫ ના રોજ મોબાઈલમાં એપ્લિકેશન ઉપર વીડીયો જોતા હતા, તે દરમિયાન રીલાયન્સ કંપનીમાંથી ઓનલાઈન લોન માટે જાહેરાત આવતાં હેમંતભાઈના ઘરમાં પતરાં મુકવાના હોય જેઓએ જાહેરાત આવતા જ લોન માટે અરજી કરવાનું ફોર્મ ભરી આધારકાર્ડ, પાનકાર્ડ વિગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરી દીધા હતા. ત્યારબાદ તા.૨૦-૨-૨૫ ના રોજ વોટ્સએપ ઉપર તમારી રૂ.૫૦,૦૦૦ ની લોન મંજુર થયાનો લેટર આવ્યા બાદ ફોન આવેલ જેમાં રીલાયન્સ કંપનીમાંથી બોલું છે તેમ કહી લોન મંજુર થયેલ હોવાથી ફાઈલ ચાર્જ સેફટી ઇન્સ્યોરન્સ, જી.એસ.ટી. વિગેરે વિવિધ સ્કીમો હેઠળ ગુગલ પે દ્વારા નાણાં ટ્રાન્સફર કરાવી લીધા હતા.




Users Today : 28
Users Last 30 days : 780
Total Users : 11248