તાપી જિલ્લામાં થર્ટી ફસ્ટને લઈને ઠેર-ઠેર પોઈન્ટ બનાવી પોલીસ દ્વારા હાથ ધરાયેલ કડક રાહે ચકાસણીમાં કુલ ૧૫૩ જેટલા કેસ નોંધાયા હતા જયારે ૨૫ જેટલા વાહનોને ડીટેઈન કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, અંદાજીત રૂ.૨.૬૦ લાખનો દંડની વસુલાત કરવામાં આવી હતી.
તાપી જિલ્લામાં થર્ટી ફસ્ટ તથા નવા વર્ષના પર્વને લઈને સર્તક બનેલ જિલ્લા પોલીસ દ્વારા સઘન વાહનચેકીંગ શરૂ કરવામાં આવ્યું હતું. જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે બોર્ડર વિસ્તારમાં તેમજ જુદાજુદા સ્થળોએ ચેકપોસ્ટ બનાવી સ્પેશિયલ ચેકીંગ હાથ ધરાયું હતું, જેમાં જુદાજુદા પોલીસ સ્ટેશનોના કાર્યવિસ્તારમાં પોલીસ ટીમ દ્વારા થયેલ કાર્યવાહી મુજબ મોટરવ્હીકલ એકટ ૧૮૫ ના ૧૫૩ જેટલા કેસો નોંધાયા છે. જયારે ૨૫ જેટલા વાહનોને ડીટેઈન કરવામાં આવ્યા હતા. પોલીસે જુદાજુદા કેસોમાં વાહનચાલકો પાસેથી રૂ.૨,૬૦,૦૦૦/- નો અંદાજીત દંડ વસુલાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.




Users Today : 37
Users Last 30 days : 1377
Total Users : 12931