તાપી જિલ્લાનાં સોનગઢ પોલીસ સ્ટેશનમાં બાળાત્કારનાં ગુન્હામાં છેલ્લા ૧૨ વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપીને વ્યારા જનક હોસ્પિટલ પાસે આવેલ પેટ્રોલપંપ પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસો તારીખ ૨૯/૧૧/૨૦૨૪નાં રોજ વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન અ.હે.કો. હરપાલસિંહ અભેસિંહ અને પો.કો. હસમુખભાઈ વિરજીભાઈ નાંઓને મળેલ બાતમીનાં આધારે, વ્યારા જનક હોસ્પિટલ પાસે આવેલ પેટ્રોલપંપ પાસેથી સોનગઢ પોલીસ સ્ટેશનમાં બાળાત્કારનાં ગુન્હામાં છેલ્લા ૧૨ વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી દિનેશ હવજીભાઈ માવી (રહે.હાલ સગરમપુરા ચોકી સર્કલ ફૂટપાથ ઉપર, સુરત., મૂળ રહે.ટાઢાગોળા ગામ, તા.ઝાલોદ, જિ.દાહોદ)નાને ઝડપી પાડી વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો. જયારે વધુમાં બારેક બર્ષ પહેલા સોનગઢ સરકારી કોલેજનું કામ ચાલતું હતું તે સમયે ત્યાં તે પોતે મજુરીકામ કરવા આવ્યો હતો અને ત્યાં એક સ્ત્રી સાથે જબરજસ્તી શરીર સંબંધ બાંધી ભાગી ગયો હતો તેમજ પકડાયેલ આરોપી મોબાઈલ ફોન વાપરતો ન હોય કે પોતાના પરિવારજનોના સંપર્કમાં ન હોવા છતાં બાતમીદાર નેટવર્ક આધારે બાર વર્ષથી નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




Users Today : 32
Users Last 30 days : 784
Total Users : 11252