વ્યારા તાલુકાના પનિયારી ગામમાં પુત્રી સાથે રહેતી મહિલા પતિનું પાંચ માસ પહેલા અવસાન થતાં માનસિક રીતે અસ્વસ્થ હોવાથી દરવાજો બંધ કરી ઘરમાં મુકેલી મહેંદીના ઓઈલની બોટલમાંથી ઓઈલ પી જતાં મોત નિપજ્યું હતું.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વ્યારા તાલુકાના પનિયારી ગામે મહેંદી મુકવાનું કામ કરતી દીકરી સાથે મૂળ ડોલવણ તાલુકાના ધંતુરી ગામની કલાવતીબેન સુરેશભાઈ ગામીત (ઉ.વ.૫૦) શુગર કોલોનીમાં રહેતા હતા. જોકે કલાવતીબેનના પતિ સુરેશભાઈ છોટુભાઈ ગામીતનું સપ્ટેમ્બર ૨૦૨૪માં અવસાન થયું હતું. ત્યારબાદથી કલાવતીબેન માનસિક રીતે અસ્વસ્થ રહેતા હતા. તે દરમિયાન શનિવાર નારોજ ઘરમાં એકલતાનો લાભ લઇ રૂમનો દરવાજો અંદરથી બંધ કરી લીધો હતો. અને ઘરમાં મુકેલી શ્રીમતિ મહેંદી મિક્સ ઓઇલની બોટલમાંથી થોડું ઓઈલ પી લીધું હતું. ઘરે આવ્યા બાદ પુત્રી તેજલને ખબર પડતા તત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી હતી, જ્યાં સારવાર દરમિયાન બપોરે કલાવતીબેનનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે મૃતકનાં પુત્રી તેજલબેનએ પોલીસમાં જાણ કરી હતી.




Users Today : 28
Users Last 30 days : 780
Total Users : 11248