Explore

Search

June 10, 2026 2:25 AM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

તાપી જિલ્લામાં આજે ૪૯-ગ્રામ પંચાયતોની સામાન્ય/પેટા ચૂંટણીનુ મતદાન, ૨૫ જુનના રોજ મતગણતરી

તાપી જિલ્લામાં આજરોજ ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/પેટા ચૂંટણીઓ માટેનું મતદાન યોજાનાર છે અને તા.૨૫ જુન, બુધવારે મતગણતરી યોજાનાર છે.

તાપી જિલ્લામાં ૩૭ ગ્રામ પંચાયતો સામાન્ય ચુંટણી અને ૧૦ ગ્રામ પંચાયતોમાં પેટા ચુંટણી એમ મળીને કુલ ૪૭ ગ્રામ પંચાયતો પર ચુંટણી યોજાનારી છે. જેમાં સરપંચની ૪૫ બેઠકો માટે ૧૧૯ ઉમેદવારો, જ્યારે વોર્ડ સભ્યની કુલ ૨૬૨ બેઠકો માટે ૬૧૧ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે.

૭ તાલુકાઓમાં ૭ ડીસ્પેચીંગ સેન્ટર સહીત ૨૬ રૂટની ફાળવણી કરવામાં આવી છે. સમગ્ર જિલ્લામાં કુલ ૧૦૫ મતદાન મથકો પર ૪૧૪૪૩ મહિલા મતદારો તેમજ ૪૪૨૨૦ પુરુષ મતદારો પોતાનો મત આપશે. ૫૦૦ કરતા વધારે પોલીસ કાફલા સહીત કુલ ૧૫૯૬ અધિકારીઓ-કર્મચારીઓ ચુંટણીલક્ષી ફરજ બજાવશે.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી-તાપી તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શાંતિપૂર્વક ચુંટણી પ્રક્રિયામાં જોડાઈ પોતાનો મતાધિકાર વાપરવા સૌ મતદારો અને નાગરિકોને અપીલ કરી છે.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
Our Visitor
0 1 4 3 4 3
Users Today : 0
Users Last 30 days : 275
Total Users : 14343