Explore

Search

June 28, 2026 4:55 AM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

બારડોલી કોર્ટના ચેક બાઉન્સ કેસમાં બે વર્ષની સજા પામેલ આરોપીને વાલોડ પોલીસે ઝડપી પાડ્યો

વાલોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોર્ટ વોરન્ટની બજવણી દરમિયાન, ચેક બાઉન્સના ગુનામાં સજા પામેલા એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે.મળતી માહિતી પ્રમાણે બારડોલીની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા ફોજદારી કેસ નંબર 195/2025 માં લક્ષ્મણભાઈ છનાભાઈ હળપતિ (ઉંમર 48, રહે. કોઠી ફળિયું, વાલોડ) ને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138 (ચેક બાઉન્સ) હેઠળ બે વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી.

સજાના હુકમ બાદ આરોપી પોલીસને ચકમો આપી રહ્યો હતો.સુરત રેન્જ આઈ.જી. પ્રેમવીરસિંહ અને તાપી એસ.પી. જે.એન. દેસાઈની સૂચના હેઠળ આગામી ચૂંટણીઓના અનુસંધાને વોરન્ટ બજવણીની કામગીરી ચાલી રહી હતી. વાલોડ પોલીસ ઈન્સ્પેક્ટર એમ.એમ. ગીલાતરના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. શબીરખાન અને કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન મળેલી બાતમીના આધારે આરોપી લક્ષ્મણભાઈને તેના નિવાસસ્થાન પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો.હાલ પોલીસ દ્વારા આરોપીને લાજપોર મધ્યસ્થ જેલ, સુરત ખાતે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
Our Visitor
0 1 4 4 1 7
Users Today : 0
Users Last 30 days : 115
Total Users : 14417