વ્યારાનાં ખુશાલપુરા ગામની સીમમાંથી પસાર થતાં નેશનલ હાઈવે નંબર ૫૩ પર સોનગઢથી બારડોલી તરફ જતા હાઈવે પરનાં ટ્રેક પર ગત તારીખ ૦૭/૧૦/૨૦૨૪નાં રોજ એક અજાણ્યો પુરુષ ઇસમ જેની આશરે ઉંમર ૪૫થી ૫૦ વર્ષનો જેના નામ સરનામું જણાઈ આવેલ નથી જેણે શરીરે મરૂણ કલરનું આખી બાઈનુ શર્ટ તથા કમરે કથ્થઈ કલરનો પેન્ટ પહેરેલ છે તથા જમણા હાથે પંચ ધાતુનું લુઝ પહરેલ છે તેને કોઈ અજાણ્યો વાહન ચાલક જેના ગાડી નંબર કે ચાલકનું નામ સરનામું કોઈ પત્તો નથી તેણે પોતાનું કબ્જાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી અજાણ્યા પુરૂષ ઇસમને અડફેટમાં લઈ અકસ્માત સર્જ્યો હતો.
જોકે આ અકસ્માતમાં અજાણ્યા ઈસમનાં માથાનાં ભાગે ગંભીર ઇજા તથા શરીરે નાની-મોટી ઇજાઓ પહોંચતા તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. જયારે આ અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક સ્થળ ઉપરથી ભાગી છૂટ્યો હતો. અકસ્માત અંગે હિરેનભાઈ નરસિંહભાઈ ચૌધરી (રહે.ખુશાલપુરા ગામ, ગોડાઉન ફળિયું, વ્યારા)નાંએ વ્યારા પોલીસ માથેકે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




Users Today : 4
Users Last 30 days : 906
Total Users : 11410