દક્ષિણ ગુજરાતના ખેડૂતોની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદ પડતા આજે મંગળવાર સવારે ૮ કલાકે ઉકાઈ ડેમમાં જળરાશીની આવકમાં વધારો થતાં ૨,૪૭,૩૬૩ કયુસેક નોંધાઈ છે જ્યારે ડેમની જળ સપાટી ૩૩૬.૪૧ ફૂટ નોંધાઇ છે.
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ઓગસ્ટ માસમાં મેઘરાજા અપાર હેત વરસાવી રહ્યા છે અને ઉકાઇ ડેમના કેચમેન્ટ એરિયા તેમજ ઉપરવાસમાં વરસાદ પડતા ડેમમાં સતત નવા પાણીની આવક થઈ રહી છે,ઉકાઈ ડેમના સૂત્રોએ જણાવ્યા મુજબ આજે તા.૨૭મી ઓગસ્ટ ૨૦૨૪ નારોજ સવારે ૮ કલાકે ઉકાઈ ડેમમાં પાણીની આવક ૨,૪૭,૩૬૩ ક્યુસેક થઈ રહી છે અને ડેમની જળ સપાટી ૩૩૬.૪૧ ફૂટ ઉપર પહોચી ગઈ છે,ઉકાઈ ડેમ ને પૂર્ણ ક્ષમતા મુજબ ૩૪૫ ફૂટ ભરી દેવા માટે ડેમમાંથી ઓછા વધતા પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું છે,અને હાલમાં ઉકાઇ ડેમના ૧૫ ગેટ સાડા ૧૦ ફૂટ ખોલી ૨,૪૭,૩૬૩ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેથી ડેમની જળ સપાટીમાં ધીરે ધીરે વધારો નોંધાઈ રહ્યો છે.
ઉકાઈ ડેમની ભયજનક સપાટી ૩૪૫ ફૂટ છે તેથી ડેમને ભરી દેવાના પ્રયાસ રૂપે ડેમમાંથી ઓછા વધતા પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું છે,ત્યારે નજીકના દિવસોમાં ઉકાઈ ડેમ પૂર્ણ ક્ષમતા મુજબ ૩૪૫ ફૂટ સુધી ભરાઈ જાય તેવી શક્યતા છે.




Users Today : 2
Users Last 30 days : 906
Total Users : 11416