શનિવારે સાંજે બગવાડા ગામના પુલ પાસે એનએચ-૪૮ ઉપર એક અજાણ્યા વાહનચાલકે બાઈકને અડફેટે લેતા ઉદવાડાના ચાલકનું મોત નિપજ્યું હતુ. મળતી વિગતો મુજબ વલસાડના ઉદવાડા, તાપી કોમ્પ્લેક્સ, આશીર્વાદ બિલ્ડિંગમાં રહેતા ૩૫ વર્ષીય નિકુંજકુમાર ડાહ્યાભાઈ દરજી શનિવારે સાંજે તેમની બજાજ ડિસ્કવર મોટરસાઇકલ નંબર જીજે ૧૫ એએસ ૭૧૪૨ ઉપર સવાર થઈને બગવાડા ગામના પુલ પાસે એનએચ-૪૮ પરથી જઈ રહ્યા હતા.
આ સમયે નિકુંજકુમારની બાઈકને અજાણ્યા વાહનચાલકે ટક્કર મારી હતી. તેથી અકસ્માત સર્જાતા નિકુંજકુમારને પેટના ભાગે ગંભીર ઇજા થઈ હતી. તેને કારણે તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતુ. તેનું મૂળ વતન મહેસાણા જિલ્લાનું વડનગર છે. અકસ્માત રાત્રે આશરે આઠ વાગ્યે બન્યો હતો. જે બાદ અકસ્માત સર્જનાર ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો. મૃતકના મિત્ર વિરલકુમાર જિતેન્દ્રભાઈ મોઢ પટેલની ફરિયાદના આધારે પારડી પોલીસે ગુનો નોંધ્યો છે.




Users Today : 30
Users Last 30 days : 782
Total Users : 11250