Explore

Search

February 14, 2026 10:35 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

વ્યારાનાં પનિયારી ગામથી વિદેશી દારૂનાં સાથે બે ઝડપાયા

તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસોએ મારુતિ રીર્ટઝ કાર ફોર વ્હીલ ગાડીમાં પ્રોહીબીશનની હેરાફેરી કરતા પ્રોહી. જથ્થા સાથે કુલ રૂપિયા ૪,૯૯,૬૨૦/-નાં મુદામાલ સાથે બે ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જયારે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસો તારીખ ૦૫/૧૨/૨૦૨૪નાં રોજ વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી. પેટ્રોલીંગમાં નીકળેલ હતા. તે દરમિયાન અ.હે.કો.બિપીનભાઈ રમેશભાઇ તથા પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ નાઓને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળેલ કે, નેશનલ હાઈવે નંબર-૫૩ સોનગઢથી સુરત જતા રોડ પર એક ડાર્ક ગ્રે કલરની રીર્ટઝ કાર નંબર GJ/01/KC/8039માં બે ઇસમો આગળનાં ભાગે બેસી કારમાં પાછળનાં ભાગે દારૂનો જથ્થો ભરી સુરત તરફ જનાર છે.

જે બાતમીનાં આધારે વ્યારા પનિયારી ગામની સીમમાં આવેલ પેટ્રોલપંપ નજીક બાયપાસ હાઇવેથી વ્યારા તરફ આવતા ટ્રેક ઉપરથી પકડી પાડી સદર કારમાં ચેક કરતા તેમાં પાછળની સીટ ઉપર તથા ડીકીનાં ભાગે ભારતીય કંપની બનાવટની અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો ભરેલ આરોપી સુનીલ હીરાલાલજી સાલ્વી (ઉ.વ.૩૦., રહે.પાયડા ગામ, તા.ગિરવા થાના, પ્રતાપનગર યુનિવર્સીટી રોડ,ઉદયપુર,રાજસ્થાન) અને કુલદીપસિંહ પ્રતાપસિંહ કિતાવત (ઉ.વ.ર૮., રહે.ભીમલ ગામ, તા.માવલી, જિ.ઉદયપુર, રાજસ્થાન) નાઓને વગર પાસ પરમિટે પોતાના કબ્જાની મારૂતી કંપનીની રીર્ટઝ કાર જેની કિંમત રૂપિયા ૨,૦૦,૦૦૦/-માં ભારતીય બનાવટની અલગ-અલગ બ્રાન્ડની અને ઇંગ્લીશ દારૂની નાની-મોટી બોટલો તથા ટીનની કુલ ૩૬૦ જેની કિંમત રૂપિયા ૨,૮૯,૬૨૦/-નો પ્રોહી. મુદ્દામાલની હેરાફેરી કરતા મોબાઇલ નંગ ૦૨ જેની કિંમત રૂપિયા ૧૦,૦૦૦/-, પતરાની નંબર પ્લેટ નંગ ચાર મળી કુલ રૂપિયા ૪,૯૯,૬૨૦/-નાં મુદ્દામાલ સાથે બે’ને પકડી પાડી અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા હતા.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
AI Tools Indexer
Our Visitor
0 1 3 1 1 0
Users Today : 4
Users Last 30 days : 1153
Total Users : 13110