સોનગઢનાં માંડળ ગામની સીમમાંથી પસાર થતાં સુરત-ધુલિયા નેશનલ હાઈવે પરથી ટ્રકમાં ગેરકાયદે અને ક્રુરતા પૂર્વક ભેંસો ભરી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લઈ જતાં ચાલકને ઝડપી પાડ્યા હતા, જયારે ભેંસો ભરી આપનાર અને મંગાવનાર બે જણાને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. આમ, પોલીસે રૂપિયા ટ્રક જેની કિંમત રૂપિયા ૧૦ લાખ અને ૮ નંગ ભેંસો જેની કિંમત રૂપિયા ૧,૨૦,૦૦૦ મળી કુલ રૂપિયા ૧૧,૨૦,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, સોનગઢનાં માંડળ ગામની સીમમાંથી પસાર થતાં સુરત ધુલિયા નેશનલ હાઈવે નંબર-૫૩ પર આવેલ માંડળ ટોલ નાકા પર વ્યારાથી સોનગઢ આવતાં રસ્તા પર તારીખ ૧૪/૧૨/૨૦૨૪ નાંરોજ ટ્રક નંબર જીજે/૨૬/ટી/૮૮૪૧નાં ચાલક અલાબસાયા રાયધન ખાનએ પોતાના કબ્જાની ટ્રકમાં ૮ ભેંસોને બિન જરૂરી દુઃખ કે દર્દ ભોગવવું પડે તેવી રીતે ગેર વ્યાજબી સમય સુધી ટૂંકા દોરડા વડે ક્રુરતા પૂર્વક બાંધ્ય હતા. તેમજ ભેંસો માટે ઘાસચારા, પાણીની વ્યવસ્થા કે તળિયે માટી નહી રાખી અને ભેંસો માટે પ્રાથમિક સારવારનાં મેડીકલનાં સાધનો ન રાખી તેમજ સક્ષમ અધિકારીનાં પ્રમાણપત્ર કે વેટરનરી ઓફિસરનાં પ્રમાણ સાથે નહિ રાખી ભેંસોને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વહન કરી લઈ જતાં હતા. તેમજ ભેંસો ભરી આપનાર તબેલાનાં માલિક અને ટ્રક માલિક જે પોતાની જે પોતાની કબ્જાની કાર નંબર જીજે/૨૭/કે/૭૦૩૪માં ટ્રકનું પાયલોટીંગ કરનાર હાસમખાન સોકતઅલી આલીસર (રહે.મગરકુઈ ગામ, વ્યારા)અને ભેંસો મંગાવનાર અઝહર કુરેશી નાંઓને આ કામે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.




Users Today : 1
Users Last 30 days : 903
Total Users : 11407