વાલોડના બુહારી ખાતે વિશ્વ આદિવાસી દિનની ઉજવણીના કાર્યક્રમમાં આદિવાસી યુવા આગેવાનો વચ્ચે માઇક બંઘ કરવા બાબતે છુટા હાથની જાહેરમાં મારામારી, ઝપાઝપી થઈ હતી. આ પ્રકરણમાં પોલીસે બે આદિવાસી આગેવાનો વિરુદ્ધ પોલીસ ખુદ ફરિયાદી બની ગુનો નોધ્યો હતો.
ગત તા.0૯ ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિને બુહારી સકૅલ ચારરસ્તા પાસે સાંજે ૬.૩૦ વાગ્યાના આરસામા ડીજેના ટેમ્પા ઉપર ઉભાં રહીને ભાવેશ ઉર્ફે બંટી પટેલ (રહે વિરપોર) માઈકમાં જનમેદની સમક્ષ પ્રવાચન કરતા હતા ત્યારે તેમની પાસે અંધાત્રીના માજી સરપંચ રાજુભાઈ પટેલ માઇકની સ્વીચ બંધ દીધી હતી. જેથી બંને આદિવાસી આગેવાનો વચ્ચે ગાળાગાળી અને ઝપાઝપી બાદ છુટા હાથની મારામારી થઈ હતી. આ મામલે ૧૩ ઓગષ્ટે વાલોડ પોલીસ કર્મી સુરજ અનિરુદ્ધ ખુધ ફરિયાદી બની રાજુ પટેલ અને બંટી પટેલ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.




Users Today : 23
Users Last 30 days : 775
Total Users : 11243