મહારાષ્ટ્રમાં આવેલા નંદુરબાર શહેર વિસ્તારમાં આવેલી જગતાપવાડી પાસેનાં ડુબકેશ્વર મંદિરનાં સામેના રસ્તા પર લુંટ કરવાના ઈરાદે ભેગા થયેલા ત્રણ શખ્સોને ચાર કાઈમ બ્રાંચ પોલીસે ઝડપી લીધા હતા. તેઓની પાસેથી એક દેશી પિસ્તોલ બે જીવતા કારતુસ સાથે રૂપિયા ૧૧.૯૬ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. જ્યારે બે ઈસમાં ભાગી જતા વોન્ટેડ જાહેર કરાયા છે.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નંદુરબાર ક્રાઈમ બ્રાંચના પોલીસ બુધવારે રાતેના સમયે જગતાપ વાડી વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા. ત્યારે ડુબકેશશ્વર મંદીરના સામે આવેલા રસ્તા પર પાંચ જણા શંકાસ્પદ રીતે ભેગા મળી બેઠેલા મળી આવ્યા હતા. પોલીસે તેઓને ઝડપી પાડી નામ પુછતા જોગિંદરસિંગ અચન્નસિંગ શિકલીકર (ઉ.વ.૩૨) ઈમ્રાન દિલાવર શેખ (ઉ.વ.૧૯., બંને રહે.સોરાપાડા તા.અક્કલકુવા, જિ.નંદુરબાર), નિશાનસિંગ અનસિંગ શિકલીકર (ઉ.વ.૩૧, હાલ રહે.એકતા નગર, નંદુરબાર, મુળ રહે.બી.આરસી ગેટ ઉપના, સુરત)ની પાસે તપાસ કરતા તેઓની પાસેથી રૂપિયા ૨૫ હજાર કિંમતની એક દેશી પિસ્તોલ ૨ હજાર રૂપિયા કિંમતના બે જીવતા કારતુસ સાથે મિચી પાવડર, ૩૬,૪૦૦ રૂપિયા રોકડા, તેમાં ભારત સરકારે બંધ કરેલી ૨ હજારની બે નોટ ૧૫ હજાર રૂપિયા કિંમતના બે મોબાઈલ ૧૦૦ રૂપિયા કિંમતની એક લોખંડની સળાઈ દરવાજાનાં તાળા તોડયા માટે વાપરવામાં આવતા સાધનો ૧૦,૭૧,૩૦/- રૂપિયા કિંમતના સોનાના દાગીના મળી કુલ રૂપિયા ૧૧,૬૬,૪૮૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતા. જયારે તપાસ દરમિયાન એક અજાણ્યા શખ્સ અને એક પાડવી નામનો શખ્સ ભાગી જતા તેઓને વોન્ટેડ જાહેર કરી ભારતીય હત્યારની કલમ સાથે નંદુરબાર શહેર પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી.




Users Today : 5
Users Last 30 days : 907
Total Users : 11411