માં-બાપનો સંતાન માટેનો પ્રેમ અને ત્યાગ અત્રે વર્ણવવામાં આવ્યો છે કે, ” છોરું કછોરું થાય ” એટલે કે ” સંતાન ક્યારેક એવી પાકે કે જે માવતરના કહ્યામાં ના હોય.” એવા પણ લોકો જોઈએ છીએ કે જે પોતાના માં-બાપને ખુબ દુ:ખ આપે છે અને પોતાના માં-બાપને નહિ સાચવતા અને તેઓને વૃદ્ધાશ્રમમાં ધકેલી દેતા સંતાનો તો અગણિત છે!
આજના જમાનામાં તો સંપત્તિ માટે માં-બાપને મારી નાખે એવો સંતાનો પણ પેદા થાય છે પણ ક્યારેય એવું સાંભળ્યું કે માવતરોએ સંપત્તિ માટે પોતાના સંતાનો ને દુ:ખ આપ્યું!? ઉલટાનું વિશ્વના દરેક માં-બાપ પોતાના મોઢાનો કોળિયો કાઢીને પોતાના સંતાનોને ખવડાવતા હોય છે! દુનિયાના દરેક માં-બાપ પોતાની શક્તિ પ્રમાણે પોતાની સંતાનને સારામાં સારી રીતે ઉછેરતા હોય છે અને સારામાં સારું પોષણ પણ આપતા હોય છે. એ છતાં પણ સંતાન પોતાના માવતરને ખુબ દુ:ખ આપે છે ત્યારે એના બદલામાં માવતર એને પ્રેમ અને ત્યાગ જ આપતા હોય છે,
એ માટે આદ્ય ગુરુ શ્રી શંકરાચાર્યજી દ્વારા રચિત દેવ્યાપરાધ ક્ષમાપના સ્ત્રોતના સ્લોકાંશ “કુપુત્રો જાયેતી કવચિતપીદપી કુમાતા ન ભવતી” (કુપુત્ર જન્મી શકે છે પણ કુમાતા ક્યારેય જન્મતી નથી!) એ ઉપરથી અવતરિત છે.કિન્તુ અત્રે કો’ક અજ્ઞાત કવિ પોતાનું નામ છુપાવી ગુપ્ત રાખવાની શરતે એમ લખે છે કે,શુ મારી મા અભણ હતી ?!
મારી મા માત્ર ચાર ચોપડી ભણેલી હતી.
તે આખું ઘર સંભાળતી હતી,મારી મા અભણ હતી ?!સૌને તેની જરૂરત હતી,
તે કદી બીમાર થતી નહોતી,મારી મા અભણ હતી ?!તે વહેલી સવારે ઉઠીને મોડી રાતે સૂતી હતી,તે સૌનું ધ્યાન રાખતી હતી,
મારી મા અભણ હતી ?!સૌને જમાડીને પોતે જમતી હતી,એક વાર તે ખૂબ જ માંદી પડી.કોઈને કહ્યું નહીં.મારી મા અભણ હતી !માંદી થઈને તે જલ્દી મરી પણ ગઈ,
મા એ કેમ કોઈને કંઈ કહ્યું નહીં ?!શુ મારી માં અભણ હતી ?!શુ સાચે જ મારી મા અભણ હતી ?!અંતે, જનની અને જન્મભૂમિ સ્વર્ગથી મહાન છે (અભ્યાસ )




Users Today : 21
Users Last 30 days : 773
Total Users : 11241