સુરત શહેરના સરથાણા જકાતનાકા પાસેનાં ભીમા બિલ્ડીંગ શિંવંતા પેલેસમાં રહેતા દિનેશભાઇ હીરાભાઇ ધામેલીયા નાઓએ વાલોડ તાલુકાનાં કહેર ગામે રેલ્વે સ્ટેશન નંબર LHS 40 પર ડ્રેનેજ વર્કનો પેટા કોન્ટ્રાકટ કામ ચાલુ હતું પરંતુ ગત તારીખ ૦૧/૦૬/૨૦૨૪થી તારીખ ૧૦/૧૧/૨૦૨૪ સુધી ડ્રેનેજ વર્કનુ કામ બંધ કરેલ હોવાથી બાંધકામની લોખંડ તથા લાકડાની પ્લેટો તથા બીજો સામાન કહેર ગામે રેલ્વે સ્ટેશન ફળીયામાં રેલ્વે સ્ટેશનની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં તાડપત્રી ઢાંકીને મુકેલ હતો. જોકે તારીખ ૧૧/૧૧/૨૦૨૪નાં રોજ દિનેશભાઇ નાઓ કામ ચાલુ કરવાના હોવાથી સ્થળ પર સામાન જોવા ગયા હતા.
ત્યારે સ્થળ પર મુકેલ સામાન પૈકી લાક્ડાની પ્લેટો નંગ ૧૮ તથા લોખંડની પ્લેટો નંગ ૨૮ મળી કુલ નંગ ૪૬ જેની સાઇઝ ૮*૪ વાળી જેની કુલ કિંમત રૂપિયા ૧,૧૧,૦૦૦/-નો મુદ્દામાલ ચોરી થયાની ફરિયાદ તારીખ ૨૭/૧૧/૨૦૨૪ના વાલોડ પોલીસ મથકે નોંધી હતી. જે ફરિયાદનાં આધારે વાલોડ પોલીસે ડ્રેનેજ વર્કનો પેટા કોન્ટ્રાકટ અક્ષયભાઇ ભરતભાઇ ગોડલીયા (રહે.બી-૨૦૨ બ્લેક પેલેસ વિજેડીએમ સ્કુલ પાસે, કામરેજ, સુરત)નાને આપેલ હોય જેથી અક્ષય ભરતભાઇ ગોડલીયાને પોલીસ મથકે બોલાવી તેની કડકાઈથી પૂછપરચ હાથ ધરતા ચોરાયેલ તમામ પ્લેટો આઇસર ટેમ્પામાં ભરી ચોરી કરી લઈ ગયેલ હોવાની કબુલાત કરી હતી. આમ, પોલીસે ચોરી થયેલ લાકડાની પ્લેટો નંગ ૧૮ અને લોખંડની પ્લેટો નંગ ૨૮ મળી કુલ નંગ ૪૬ કુલ જેની કિંમત રૂપિયા ૧,૧૧,૦૦૦/-નો મુદામાલ રીકવર કરી આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.




Users Today : 32
Users Last 30 days : 784
Total Users : 11252