Explore

Search

February 15, 2026 10:19 AM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

સોનગઢનાં જુના એસ.ટી. બસ સ્ટેશન પાસેથી વોન્ટેડ આરોપી ઝડપાયો

સોનગઢ પોલીસ સ્ટેશનનાં ચોરીના ગુન્હામાં છેલ્લા ૬ વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપીને સોનગઢનાં જુના એસ.ટી. બસ સ્ટેશન પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસો તારીખ ૦૪/૧૦/૨૦૨૪નાં રોજ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઈવે પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન એ.પો.કો. બ્રીજરાજસિંહ રસિકસિંહ તથા અ.પો.કો. વિનોદભાઈ ગોકળભાઈ નાઓને ખાનગી રાહે મળેલ બાતમીનાં આધારે, સોનગઢનાં જુના એસ.ટી. બસ સ્ટેશન પાસેથી સોનગઢ પોલીસ સ્ટેશનનાં ચોરીના ગુન્હામાં છેલ્લા ૬ વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી અલ્પેશ રઘુભાઈ સોજીત્રા (હાલ રહે.૨૧૦, આશીર્વાદ રો હાઉસ, સરથાણા, જકાતનાકા, વરાછા, સુરત, મૂળ રહે.વેકરી ગામ, તા.ગોંડલ, જિ.રાજકોટ)ને ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
AI Tools Indexer
Our Visitor
0 1 3 1 1 4
Users Today : 2
Users Last 30 days : 1147
Total Users : 13114