કામરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી એક મહીલા દ્વારા ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવેલ કે તેમના પતિના બીજી મહિલા સાથે અનૈતિક સંબંધો છે. મારા પતિ અને સાસુ મને ખૂબ માનસિક ત્રાસ આપે છે. તેથી મારે ૧૮૧ની મદદની જરૂર છે. જેના પગલે ૧૮૧નાં કાઉન્સેલર, કોન્સ્ટેબલ તેમજ પાઇલોટ તાત્કાલિક બારડોલીથી નીકળી ઘટના સ્થળ પર દોડી ગયા હતા. પીડિતા મહિલાના કાઉન્સિલિંગ દરમ્યાન જાણવા મળ્યું કે, તેમના લગ્નને ૧૧ વર્ષ થયા છે અને સંતાનમાં એક દીકરી છે. પીડિતાના પતિના છેલ્લાં ૧ વર્ષથી તેમની સાથે કામ કરતા મહિલા સાથે અનૈતિક સંબંધો છે.
એ બાબતની જાણ પીડિતાને થઈ ગઈ હતી. તેથી પીડિતા ના તેમના પતિ સાથે અવાર નવાર ઝઘડાઓ થતા હતા તેમજ મહિલાને ડાયાબિટીસની બીમારી હતી તેની સારવાર પણ ચાલુ હતી. પીડિતાના પતિ તેમની સારવાર માટે તેમજ દીકરીના અભ્યાસ માટે પૈસા આપતા ન હતા. મહિલા બ્યુટી પાર્લરનું કામ કરી તેમની દીકરી અને ઘર ખર્ચ ચલાવતા હતા. પીડિતાના પતિ રોજ તેમની પ્રેમિકા સાથે જ ઓફીસ જતા હતા અને તેમની પ્રેમિકાને અવારનવાર પૈસા પણ આપતા હતા. પીડિતાના પતિ ને તેમના સાસરી પક્ષ અને પિયર પક્ષ દ્વારા ઘણી વાર સમજાવામાં આવેલ છે. પરંતુ તેમના પતિ સમજવા માટે તૈયાર ન હતા અને પીડિતા મહિલા ને તેમના પતિ ની પ્રેમીકા ફોન કરી ને ધમકીઓ આપતા હતા. પીડિતા મહિલા ના લગ્નજીવનમાં આડખીલીરૂપ બની તેમાં હસ્તક્ષેપ કરવાનો પ્રયત્ન વારંવાર કરતા હતા. થોડા દિવસો પહેલા પીડિતાનો તેમના પતિ સાથે ઝઘડો થયેલ તેથી પીડિતા તેમની દીકરી સાથે તેમના પિયરમાં રહેવા ગયા હતાં.
પરંતુ પીડિતાને તેમની દીકરીના ડોક્યુમન્ટની જરૂર હતી તેથી પીડિતા તેમની સાસરીમાં ડોક્યુમેન્ટ લેવાં માટે આવ્યા હતાં ત્યારે પીડિતા ના સાસુ એ તેમને ઘરની અંદર આવવાં માટે નાં કહ્યું અને તેમના સમાજ ના લોકો સાથે લઈ આવવાં જણાવેલ અને તેમની દીકરી ના ડોક્યુમન્ટ પણ આપવાં માટે ના કહ્યું. ૧૮૧ ટીમ દ્વારા પીડિતા ના પતિ અને સાસુનું અસરકારક કાઉન્સેલિંગ કરેલ ત્યારબાદ પિયર પક્ષ અને સાસરી પક્ષને સાથે રાખીને ઝીણવટપૂર્વક સમસ્યા અંગેની ચર્ચા કર્યા બાદ બાળકના ભવિષ્યના મુદ્દાને નજર સમક્ષ રાખી પીડિતાના પતિ અને બંને પરિવારના સભ્યોને સાથે રાખી લગ્ન જીવન ના તુટે તેવી કાયદાકીય સલાહ, સૂચન, માર્ગદર્શન આપીને રાજીખુશીથી સમાધાન કરી પરત થયેલ. આમ પારિવારિક સમસ્યાનું સુખદ સમાધાન થતા બંને પક્ષ દ્વારા ૧૮૧ અભયમ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરેલ હતો.




Users Today : 5
Users Last 30 days : 907
Total Users : 11411