ભારતીય રેલવેના પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદથી ઉદયપુર વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે, જેના કારણે રાજસ્થાનના લોકોને ઘણો ફાયદો થશે. ગુજરાત અને રાજસ્થાન વચ્ચે આ ટ્રેન શરૂ થવાથી લાખો લોકોને ફાયદો થશે. ખાસ કરીને વાત કરવામાં આવે તો વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ થતાની સાથે બંને રાજ્યો વચ્ચે મુસાફરી અને કનેક્ટિવિટી બંનેને પહેલા કરતા વધુ સારી બનાવશે. નોંધનીય છે કે, આ હવે સમય સાથે સાથે મુસાફરોને આરામદાયક અને આધુનિક મુસાફરીનો અનુભવ પણ થવાનો છે.
અમદાવાદથી ઉદયપુર વચ્ચે લાંબા સમયથી ટ્રેનો ચાલે છે. પરંતુ હવે વંદે ભારત ટ્રેન શરૂ થશે તેનાથી વધારે ફાયદો થવાનો છે. આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં સંપૂર્ણપણે આધુનિક ટેકનોલોજીથી સજ્જ આઠ એસી ચેર કાર કોચ હશે. આ સાથે આ કોચમાં સારી બેઠક વ્યવસ્થા, સ્વચ્છ વાતાવરણ અને હાઇ સ્પીડ જેવી સુવિધાઓ હશે જે મુસાફરોને આધુનિક મુસાફરીનો અનુભવ કરાવશે. રેલવેની આ પહેલના કારણે લોકોનો સમય બચશે અને સુવિધા બંને મળી રહેવાની છે.
ખાસ કરીને કોરિડોરની વાત કરવામાં આવે તો આ નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અમદાવાદથી વાયા હિંમતનગર થઈને ઉદયપુર જશે. આ ટ્રેન અઠવાડિયામાં છ દિવસ ચાલશે, પરંતુ મંગળવારે ટ્રેનની સુવિધા બંધ રહેશે તેવું જાહેર કરવામાં આવ્યું છે. આ નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન રાજસ્થાનના ઉદયપુરથી સવારે 6:10 વાગે ઉપડશે, જે એ જ દિવસે સવારે 10:25 વાગ્યે અમદાવાદ આવી જશે. આ ટ્રેન હિંમતનગરમાં બે મિનિટનો હોલ્ટ રહેશે. આ ટ્રેન અમદાવાદના અસારવા રેલ્વે સ્ટેશનથી સાંજે 5:45 વાગ્યે ઉપડશે અને રાત્રે 10:00 વાગ્યે ઉદયપુર પહોંચશે. હવે લોકોને પ્રશ્ન થાય કે અસારવા સ્ટેશનથી શા માટે ટ્રેન શરૂ કરવામાં આવી? તેનું કારણે એવું છે કે, રાજસ્થાનથી આવતા મુસાફરોને એરપોર્ટ સાથે વધુ સારી કનેક્ટિવિટી મળે અને મેવાડ ક્ષેત્રના મોટી સંખ્યામાં લોકોને આ ટ્રેનનો લાભ મળી રહે તે માટે ઉદયપુરથી આવતી ટ્રેન માટે છેલ્લું સ્ટોપ અસારવા સ્ટેશન રાખવામાં આવ્યું છે. નોંધનીય છે કે, અમદાવાદથી ઉદરપુર રોડથી જવામાં પાંચ કલાકનો સમય લાગે છે, પરંતુ વંદે ભારતના કારણે લોકો ઉદયપુરથી માત્ર ચાર કલાકમાં અમદાવાદ આવી જશે.




Users Today : 23
Users Last 30 days : 775
Total Users : 11243