સમગ્ર જીવ સૃષ્ટિના અસ્તિત્વ,પોષણ અને વિકાસ માટે પાણી આવશ્યક કુદરતી સંશાધન છે. આથી જ પાણીને “જીવન” અથવા “અમૃત” કહેવામાં આવ્યું છે. સંયુક્ત રાષ્ટ્રસંઘે કહ્યું છે કે,”સુરક્ષિત પીવાનું પાણી દરેક વ્યક્તિનો મૌલિક અધિકાર છે,પરંતુ વિશ્વના ત્રીજા ભાગની વસ્તીને સુરક્ષિત પીવાનું પાણી મળતું નથી” તેવાં તારણો પણ જાણવા મળી રહ્યાં છે. ગુજરાત રાજ્યની વાત કરીએ તો અહિંના કેટલાક ડુંગરાળ વિસ્તારોમાં ભુગર્ભ જળની પરિસ્થિતિ ખુબજ વિકટ થતી જાય છે. ડુંગરાળ પ્રદેશ હોવાના કારણે વરસાદનું પાણી જમીનની અંદર નહિવત્ત પ્રમાણમાં ઉતરે છે જેથી ભુગર્ભજળનો સંગ્રહ ખુબજ ઓછો થાય છે. જેને ખેતી માટે કે અન્ય જુદા-જુદા હેતુ માટે ઉલેચવાથી મોટાભાગના પાણીના સ્ત્રોત (કુવા-બોર) ઉનાળામાં સુકાઇ જાય છે. હાલ પાણીના તળ દિવસેને દિવસે ઉંડા ઉતરી રહ્યા છે.
આ સમસ્યાને નિવારવા ભારત અને રાજ્ય સરકાર દ્વારા “સુજલામ સુફલામ જળસંચય અભિયાન” જેવા અનેક વિધ કાર્યક્રમો અમલમાં મુકાયા છે. પરંતુ પાણીની તંગી અને આપુર્તીનું વ્યવસ્થાપન એ એક વૈશ્વિક સમસ્યા છે. આવનારા તેથી જયાં સુધી “દેશ કે રાજ્યનો એક-એક નાગરિક પાણીના વપરાશ પ્રત્યેની માનસિકતા અને જળસંચય અંગેની જાગૃતિ માટે સભાનતા ન કેળવે” ત્યાં સુધી સમસ્યાનો હલ મેળવવો મુશ્કેલ છે.તેથી જ તો ભારત સરકારશ્રી હોય કે આપણા ગુજરાત સરકારશ્રી દ્વારા પાણીની સમસ્યાના નિવારણ અર્થે “સુજલામ સુફલામ જળસંચય અભિયાન” જેવા અનેક વિધ કાર્યક્રમો અમલમાં મુકી રહ્યા છે. પરંતુ જયાં સુધી “દેશ કે રાજ્યનો એક-એક નાગરિક પાણીના વપરાશ પ્રત્યેની માનસિકતા અને જળસંચય અંગેની જાગૃતિ માટે સભાનતા ન કેળવે” ત્યાં સુધી સમસ્યાનો હલ મેળવવો મુશ્કેલ બનતું હોય છે.
હાલના સમયમાં પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે હયાત જળસ્ત્રોતો જેવા કે બોર- કુવાઓને રિચાર્જ કરવા માટે નક્કર કામગીરી કરવાની જરૂરિયાત જણાય છે. તે માટે ચોમાસામાં નકામા વહી જતા વરસીદી પાણીને વધુમાં વધુ જમીનમાં ઉતારીને ભુગર્ભ જળ ઉંચા લાવી શકાય તેવા પ્રયત્નો ‘કેચ ધ રેઇન’ અભિયાન અંતર્ગત હાથ ધરાયા છે.
તત્કાલિન માન.મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા પાણીની સમસ્યાના નિવારણ અર્થે ચલાવવામાં આવેલ લોક ભાગીદારીથી ૯૦:૧૦, ૮૦:૨૦ ના ધોરણે “ સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજના” થી તળાવો ઉંડા કરીને, ચેકડેમો બનાવીને, ખેત તલાવડી બનાવીને કે બોરીબંધ બાંધીને “ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં” જેવાં સુત્રો આપીને જળ બચાવવાના અનેક વિધ કાર્યક્રમો અમલમાં મુક્યા છે.
ભારત સરકારશ્રીના જળશતિ મંત્રી શ્રી.સી.આર.પાટીલ દ્વારા જ્યારે-જ્યારે આપણા ગુજરાત રાજ્ય કે નવસારી જિલ્લાની વખતો-વખતની મુલાકાત કે સમીક્ષા બેઠકો દરમ્યાન સતત ભુગર્ભ જળસ્તર ઉંચા આવે તે અંગેનાં સુચનો તેમજ અવનવી ટેકનીકથી ભુગર્ભમાં પાણી ઉતારવા માટે ખુબજ અગ્રીમતા આપવા અને સધન પ્રયત્નો કરવાની રાજ્યના તમામ લગત ખાતાઓ જેવા કે, સિંચાઇ વિભાગ, પાણીપુરવઠા વિભાગ, જિલ્લા જળસ્ત્રાવ એકમ અને અન્ય વિભાગોને માર્ગદર્શન આપ્યું છે.જેના કારણે નવસારી જિલ્લાના જલાલપોર, નવસારી, ગણદેવી, ચીખલી, ખેરગામ અને વાંસદા એમ ૬ તાલુકાઓમાં જુદી-જુદી યોજનાઓ અંતર્ગત “ભુગર્ભ જળસંચય” ને લગતાં નવસારી જિલ્લામાં વિવિધ વિભાગોના સંકલન થકી ૫૨૨૨ જળ સંચયના પ્રોજેક્ટ કાર્યરત છે.
વિગતવાર જોઇએ તો, (૧) તાલુકા પંચાયત કચેરીઓ દ્વારા કુલ-૩૬૭૫ કામો, (૨) પંચાયત સિંચાઇ વિભાગ દ્વારા કુલ-૧૯૬ કામો, (૩) જિલ્લા પ્રાથમિક શિક્ષણ શખા દ્વારા કુલ-૨૬૨ કામો, (૪) જિલ્લા આરોગ્ય શાખા દ્વારા કુલ-૧૦ કામો, (૫) જિલ્લા જળસ્ત્રાવ એકમ દ્વારા કુલ-૬૧૨ કામો, (૬) માર્ગ અને મકાન વિભાગં(રાજ્ય) દ્વારા કુલ-૨૩ કામો, (૭) સામાજિક વનીકરણ વિભાગ દ્વારા કુલ-૦૮ કામો, (૮) નવસારી અર્બન ડેવલપ્મેન્ટ ઓથોરીટી દ્વારા કુલ-૩૦ કામો અને (૯) સ્વૈચ્છિક સંસ્થાઓની લોકભાગીદારી થકી કુલ-૪૦૬ કામો, મળી કુલ-૫૨૨૨ કામો પુર્ણ કરવામાં આવેલ
રુફટોપ રેઇન વોટર હાર્વેસ્ટિંગ વિથ રીચાર્જ : રુફટોપ રેઇન વોટર હાર્વેસ્ટિંગમાં છત જળસ્ત્રાવ બની જાય છે, અને વરસાદી પાણી ઘર/બિલ્ડીંગની છતમાંથી એકત્ર થાય છે. તેને ટાંકીમાં સંગ્રહિત કરી શકાય છે અથવા કૃત્રિમ રીચાર્જ સીસ્ટમમાં મોકલી શકાય છે.
કઇ રીતે કામ કરે છે રુફટોપ રેઇન વોટર હાર્વેસ્ટિંગ વિથ રીચાર્જ : વરસાદનું પાણી છત પર ભેગું થાય છે અને પાઈપ દ્વારા સીલ્ટેશન ચેમ્બરમાં જાય છે. ત્યાં મોટી સિલ્ટ નીચે બેસી જાય છે બાકીનું પાણી ત્યાંથી ફિલ્ટર ચેમ્બરમાં જાય છે. ત્યાં પાણી અલગ અલગ લેયરમાં આવેલા ફિલ્ટર મટીરીયલમાંથી પસાર થઇ સ્વચ્છ થાય છે. ત્યારબાદ તે સાફ પાણી સ્ટોરેજ ટેંકમાં જાય છે અને ત્યાં સ્ટોર થાય છે. સ્ટોરેજ ટેંક ફૂલ થઇ ગયા બાદનું વધારાનું પાણી ત્યાંથી ગ્રાઉન્ડ વોટર રીચાર્જ માટે રીચાર્જપીટમાં જાય છે અને ગ્રાઉન્ડ વોટર રીચાર્જ કરે છે. ટેંકમાં સ્ટોર કરેલું પાણી ઘર વાપરાશનાં કામમાં ફરી ઉપયોગ થાય છે.
રેઇવોટર હાર્વેસ્ટ સાથે સંકળાયેલા વિવિધ ઘટકોને સમજીએ
સીલ્ટેશન ચેમ્બર : સીલ્ટેશન ચેમ્બરમાં છત પરથી આવતા પાણી સાથે મિક્ષ કાંપ, માટી વિગેરે કચરો ચેમ્બરમાં નીચે બેસી જાય છે અને ઓછી કાંપ અને માટી વાળું પાણી આગળ ફિલ્ટર ચેમ્બરમાં જાય છે.
ફિલ્ટર ચેમ્બર : પાણી સીલ્ટેશન ચેમ્બરમાંથી ફિલ્ટર ચેમ્બરમાં આવ્યા બાદ ઉપર થી નીચે તરફ અલગ અલગ ફિલ્ટર લેયરમાંથી પસાર થઇ ચોખ્ખું થાય છે. આમ એકદમ નીચેના લેયર સુધી જતા પાણી સ્વચ્છ થાય છે અને સ્વચ્છ થયા બાદ પાણી નીચેથી આગળ સ્ટોરેજ ટેંકમાં જાય છે.
અન્ડર ગ્રાઉન્ડ સ્ટોરેજ ટેંક : ફિલ્ટર ચેમ્બેરમાંથી સ્વચ્છ થયા બાદ પાણી અન્ડર ગ્રાઉન્ડ સ્ટોરેજ ટેંકમાં આવે છે. જ્યાં પાણી લાંબા સમય માટે સ્ટોર થાય છે અને એ પાણી ઉનાળામાં જરૂરિયાતનાં દિવસોમાં ઘર/બિલ્ડીંગનાં જુદા જુદા ઘર વપરાશનાં કામોમાં કામ આવે છે.
ટેંકની સાઈઝ :– ૮x૫ મીટર x૨.૫ મીટર x૧૦૦૦= ૧,૦૦,૦૦૦ લીટર પાણી સ્ટોરેજ થાય છે. એક પરિવારનો વપરાશ:- ૫ લોકો x ૧૦૦ lpcd એટલે ૫૦૦ લીટર/દિવસના વપરાશ માટેનું પાણી મળી રહે છે. ૧,૦૦,૦૦૦ લીટર પાણીની ક્ષમતાની ટાંકીમાંથી ૨૦૦ દિવસ એટલે કે ૩ મહિના ચાલે તેટલુ પાણી મળી રહે છે.
ગ્રાઉન્ડ વોટર રીચાર્જ પીટ : સ્ટોરેજ ટેંકમાંથી ઓવેર ફલો થયેલું પાણી આગળ ગ્રાઉન્ડ વોટર રીચાર્જ માટે જાય છે જ્યાં તે પાણી બોરવેલ અથવા કુવામાં જાય છે અને તેના થકી ગ્રાઉન્ડ વોટર રીચાર્જ કરે છે જે જમીનના પાણીના તળ ઉપર લાવે છે.
પરકોલેશન પીટ : પરકોલેશન પીટમાં નેચરલ ડ્રેન અથવા નાના કોતર પર એક ફિલ્ટર યુનિટ બનાવામાં આવે છે. જેમાં પાણી રોકાય છે અને વધારાનું પાણી ઓવેરફલો થઇ ડ્રેન/કોતરમાં નીકડી જાય છે. અને અટકેલું પાણી ફિલ્ટર થઇ પાઈપ દ્વારા બાજુમાં આવેલ પરકોલેશન પીટમાં જાય છે. જે પાણી બોર દ્વારા જમીનમાં નીચે ઉતારી ગ્રાઉન્ડ વોટર રીચાર્જ કરવામાં આવે છે.
એક ઘર દ્વારા સંગ્રહિત થતું વાર્ષિક પાણી
ઘરનાં રૂફટોપનો વિસ્તાર :- ૨૦ x ૧૦ મી. = ૨૦૦ ચો.મી.
નવસારી જિલ્લાનો વાર્ષીક રેનફોલ :- ૨૦૦૦ મી.મી. = ૨ ઘન મી.
સંગ્રહિત થતું પાણી :- ૨૦૦ ચો.મી. X ૨ મી. = ૪૦૦ ઘન. મી.
= ૪૦૦ ઘન. મી X ૧૦૦૦ = ૪,૦૦,૦૦૦ લીટર
એક ઘરના પ્રોજેક્ટ દ્વારા ૪,૦૦,૦૦૦ લીટર પાણી જમીનમાં ઉતારી શકાય છે.
પૃથ્વી પર પાણીના કુલ જથ્થામાંથી ૯૭ ભાગમાં ખારૂં પાણી છે. જે દરિયા સ્વરૂપે છે બાકી રહેલ ત્રણ ભાગના મીઠા પાણીમાંથી બે ભાગ બરફ સ્વરૂપે છે. જ્યારે બાકી રહેલ એક ભાગના મીઠા પાણીમાંથી અર્ધોભાગ નદી સ્વરૂપે વહી રહ્યું છે, જે દરિયામાં ભળી જાય છે. તેમજ અર્ધા ભાગનું પાણી જમીનની અંદર છે. ઝડપથી વધી રહેલ વસ્તી અને પાણીના વેડફાટના કારણે જમીનમાં રહેલ પાણીનો જથ્થો પણ ઝડપથી ખુટી રહ્યો છે. આ વૈશ્વિક સમસ્યાને નિવારવા વરસાદી પાણીને જમીનમાં ઉતારવું ખુબ જ જરૂરી છે. આ કામમાં ફક્ત સરકારશ્રી જ નહિં બલ્કે લોકો પણ સ્વૈચ્છિક ભાગીદારી કરે તો “સફળતા હાંસલ કરવી કોઇ કઠિન કામ નથી.”
આગામી ૦૮મી માર્ચ-૨૦૨૫ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાંસી-બોરસી ખાતે પ્રધાનમંત્રીશ્રીની ઉપસ્થિતીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી થનાર છે. ત્યારે ૩૩ જિલ્લાની સખી મંડળોના સ્ટોલ અને નવસારી જિલ્લાનો વિશેષ રેઇન વોટર હાર્વેસ્ટીંગ પ્રોજેક્ટની પ્રદર્શની આકર્ષણનું કેન્દ્ર બનનાર છે. આ પ્રદર્શનીમાં નવસારી જિલ્લામાં હાથ ધરેલ રેઇન વોટર હાર્વેસ્ટીંગ અને ભવિષ્યના આયોજનની વિગતો વડાપ્રધાનશ્રીની ગરિમામયી ઉપસ્થિતીમાં જાહેર જનતા માટે આકર્ષણનું કેન્દ્ર રહેશે.




Users Today : 23
Users Last 30 days : 775
Total Users : 11243