રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ, નવી દિલ્લી તથા ગુજરાત રાજ્ય સેવા સત્તા મંડળ, અમદાવાદ તથા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, તાપી મુ.વ્યારાના ચેરમેન તથા પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ જજ શ્રી પી.જી. વ્યાસ સાહેબની સુચના તથા માર્ગદર્શન હેઠળ અત્રેની સોનગઢ ન્યાયાલય ખાતે તા.૦૮/૦૩/૨૦૨૫, શનિવાર નારોજ ‘રાષ્ટ્રીય લોક-અદાલત’નું આયોજન કરવામાં આવેલ હોય તેનો વધુમાં વધુ લાભ લેવા પક્ષકારો, વકીલશ્રીઓને જણાવવામાં આવે છે. 
‘રાષ્ટ્રીય લોક-અદાલત’માં આપ નીચે જણાવ્યા મુજબના કેસો સમાધાન માટે મુકી શકો છો. જેમાં (૧) ફોજદારી સમાધાનલાયક તથા કબુલાતને પાત્ર કેસો, (૨) નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ના કેસો, (૩) લગ્ન સબંધી ફેમીલી કેસો, (૪) ભરણપોષણના કેસો, (૫) દિવાની દાવા જેવા કે-ભાડાનાં, બેંકોના વિગેરે (૬) પ્રિ-લીટીગેશન કેસોમાં લોક-અદાલત ધ્વારા વિવાદોનું ઝડપી અને સંતોષકારક રીતે સમાધાન કરવા માટે જે પક્ષકાર ઇચ્છતા હોય તેઓએ તાલુકા કાનુની સેવા સમિતિ, સોનગઢ ન્યાયાલયના આસીસ્ટન્ટશ્રી કે.આર.રોહિતનાઓને સંપર્ક સાધવા શ્રી એ.એમ.પાટડીયા, ચેરમેનશ્રી, તાલુકા કાનુની સેવા સમિતિ, સોનગઢનાઓએ જણાવેલ છે.




Users Today : 25
Users Last 30 days : 777
Total Users : 11245