સોનગઢનાં હનુમંતિયા ગામે જમીન બાબતની અદાવત રાખી ખેડૂતને કુહાડીથી માથામાં ઘા કરી ધમકી આપનાર ઈસમ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢનાં હનુમંતિયા ગામનાં ચૌધરી ફળિયામાં રહેતા બચુભાઈ ભીલાભાઈ ચૌધરી તારીખ 16/03/2025 નારોજ મહુડી ગામની સીમમાં નદીની બાજુમાં આવેલ પોતાના ખેતરમા જુના કાપેલા લાકડા ભેગા કરતા હતા.
તે સમયે ભગુભાઈ મગનભાઈ ચૌધરી (રહે.ગતાડીગામ, સોનગઢ)નાએ જમીનની હદ બાબતે બચુભાઈ સાથે અદાવત રાખી તેમજ બચુભાઈ ખેતરે એકલા તેનો લાભ ઉઠાવી તે દરમિયાન પોતાના હાથમા કુહાડી લઈ આવી કઈપણ કહ્યા વગર બચુભાઈને કુહાડીથી માથામાં ડાબી બાજુ મારી નીચે પાડી ફરીથી પાછળ માથામાં કુહાડી મારી બચુભાઈને લોહીલુહાણ કરી નાંખ્યા હતા. જેથી બચુભાઈએ સારવાર લેતા ટાંકા આવી ગયા હતા. તેમજ ભગુભાઈ કહ્યું કે, ‘આજે તો તને છોડી દીધો છે પણ બીજી વાર નહિ છોડીશ’ તેવી ધમકી આપી હતી. બનાવ અંગે બચુભાઈ ચૌધરીનાએ સોનગઢ પોલીસ મથકે ભગુભાઈ ચૌધરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.




Users Today : 29
Users Last 30 days : 781
Total Users : 11249