ખેતરોમાંથી વાયર ચોરવાની વધુ એક ઘટના સામે આવી છે. વ્યારાના બામણામાળ નજીક ગામના રહીશ રીતેશભાઈ ફતેસીંગભાઈ ચૌધરી (ઉં.વ.૩૫)ની બાલપુર પાટીયા પાસે આવેલ સર્વે નં.૪૦ વાળી જમીનમાં બે બોર કરેલ હોય, ખેતરમાં પાણી વાળવા માટે બોરમાં બે સબમર્શીબલ પંપની સુવિધા કરવામાં આવી હતી. પરંતુ તા.૧૨ થી તા.૧૪ દરમિયાન કોઈ અજાણ્યો ચોર ઈસમે એક સબમર્શીબલ સાથેનો કેબલ વાયર આશરે ૧૦૫ ફુટ રૂ.૨૮૦૦ તથા બીજી સબમર્શીબલ કેબલ વાયર (આશરે ૮૦ ફુટ રૂ.૨૧૩૩) ચોરી ગયા હતા. ઘટના અંગે રીતેશભાઈ ચૌધરીએ પોલીસ મથકે ફરિયાદ કરી હતી.
Latest News




Users Today : 29
Users Last 30 days : 781
Total Users : 11249